પીએમ મોદી કેદારનાથની જે 'રૂદ્ર ગુફા'માં રોકાયા હતા તેના બુકિંગ માટે ધસારો

Jay Mishra
Updated: May 22, 2019, 8:37 PM IST
પીએમ મોદી કેદારનાથની જે 'રૂદ્ર ગુફા'માં રોકાયા હતા તેના બુકિંગ માટે ધસારો
વડાપ્રધાન મોદીએ રૂદ્ર ગુફામાં રોકાણ કર્યુ તે સમયની ફાઇલ તસવીર

પીએમ મોદી જે ગુફામાં રોકાયા હતા તે રૂદ્ર ગુફાને સ્પીરીચ્યુઅલ ડેસ્ટિનેશનલ તરીકે વિકસાવવામાં આવશે.

  • Share this:
ઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીએ કેદારનામાં જે ગુફામાં રોકાયા હતા તે ગુફામાં રોકાવાના બુકિંગ માટે પ્રવાસીઓનો ધસારો ઉમટી પડ્યો છે. હવે આ ગુફાને પ્રસાશન દ્વારા આધ્યાત્મીક પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવશે. 'મોદી ગુફા' તરીકે જાણીતી આ ગુફાના બુકિંગ માટે કેટલાય લોકોએ પૂછપરછ કરી છે.

ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા વિકસાવવામાં આવેલી આ ગુફાનો ઇતિહાસ બહુ જુનો નથી. કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સંભાળ્યા બાદ PM મોદીએ જ આ ગુફા બનાવવાનાં નિર્દેશ જાહેર કર્યા હતાં. આ ગુફાનું નામ રુદ્ર ગુફા છે. ગુફાનું નિર્માણ ગત વર્ષે જ થયુ છે. આ ગુફા 12,250 ફિટની ઉંચાઇ પર બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ વિધિવત રૂપથી કરી શકે.

આ પણ વાંચો :  નરેન્દ્ર મોદી અમિત શાહ પર આટલો વિશ્વાસ કેમ મૂકે છે?

PM મોદી જે ગુફામાં સાધના કરી રહ્યાં હતાં તે પ્રાકૃતિક ગુફા નથી. પણ માનવ નિર્મિત છે. આ ગુફા ગઢવાલ મંડળ વિકાસ નિગમની ટૂરિઝમ પ્રોપ્રટી છે. આપ ઇચ્છો તો આપ પણ આ ગુફામાં રોકાઇ શકો છો. આપ અહીં વધુમાં વધુ ત્રણ દિવસ રોકાઇ શકો છો. તેનું ત્રણ દિવસનું ભાડું 3000 રૂપિયા છે. આ ગુફામાં જો આપ એક દિવસ રોકાવવા ઇચ્છો છો તો આપે 990 રૂપિયા ચુકવવા પડશે.

ન, મેડિટેશન અને આધ્યાત્મિક શાંતિ માટે આ ગુફા બનાવવામાં આવી છે તેમાં બધી જ સામાન્ય સુવિધા છે. આ ગુફામાં ટોયલેટ, વીજળી અને ટેલીફન છે. આપ ફોન દ્વારા કોઇપણ પ્રકારની મદદ લઇ શકો છો. આપની સહાયતા માટે ગઢવાલ મંડળ વિકાસ નિગમ હમેશા તત્પર રહે છે. ગુફામાં બેસીને આપ ભોજન, નાશ્તો, ચા, ડિનર ખુબજ સહેલાઇથી ઓર્ડર કરી શકો છો. કેદારનાથનાં કપાટ શ્રદ્ધાળુઓ માટે હવે ખુલી ગયા છે. એથવામાં આપ ઇચ્છો તો ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN)ની સાઇટ પર જઇને આ ગુફામાં રહેવાનું બૂકિંગ કરાવી શકો છો.

આ પણ વાંચો :  પરિણામના એક દિવસ પહેલાં શાહે કહ્યું - EVM વિશે ભ્રમ ફેલાવી રહ્યો છે વિપક્ષજોકે, ગુફામાં પીએમ મોદીના રોકાયા બાદ આ ગુફામાં બુકિંગ માટે એટલા બધા કોલ આવ્યા કે હાલમાં બુકિંગ બંધ છે પરંતુ ટુંક સમયમાં તેનું બુકિંગ શરૂ કરૂી દેવામાં આવશે.
First published: May 22, 2019, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading