જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, આતંકી રિયાઝ અહમદની ધરપકડ

News18 Gujarati
Updated: December 9, 2018, 6:32 PM IST
જમ્મુ-કાશ્મીર પોલીસને મળી મોટી સફળતા, આતંકી રિયાઝ અહમદની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

સુરક્ષાદળોએ એક આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી હતી. ત્યારબાદ હિઝબુલના આતંકી રિયાઝની પોલીસે ધરપકડ કરી લીધી.

  • Share this:
જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. કિશ્તવાડ પોલીસે નાસતા-ફરતા વોન્ટેડ ગુનેગાર આતંકી રિયાઝ અહમદને ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી એવા ઈનપુટ મળી રહ્યા હતા કે, ચિનાબ વેલીમાં કેટલાએ આતંકીઓએ ઘુસણખોરી કરી છે. સાથે કેટલાએ આતંકીઓ અને આઈએસઆઈ એજન્ટો છૂપાયા હોવાની પણ સુચના મળી હતી.

ત્યારબાદથી કિશ્તવાડમાં કેટલાએ દિવસથી તપાસ અભિયાન ચાલી રહ્યું હતું. એવામાં શુક્રવારે સુરક્ષાદળોએ એક આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી હતી. ત્યારબાદ હિઝબુલના આતંકી રિયાઝની પોલીસે ધરપકડ કરી લીધી.

આ બાજુ શ્રીનગરમાં 17 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં રવિવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. અથડામણમાં સુરક્ષાદળનો પાંચ જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે. સુરક્ષાદળોને મુજગુંડ ગામમાં એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછ શનિવારે સાંજે શોધખોળ કરવામાં આવી હતી.

આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધુ હતું. જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓની શોધ માટે સુરક્ષાદળોએ પાંચ ઘર પણ વિસ્ફોટથી ઉડાવી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ રહ્યા હતા. આ અથડામણ પછી શહેરમાં ઇન્ટરનેટની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
First published: December 9, 2018, 6:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading