#MeToo: મંત્રી એમજે અકબર નાઇઝિરીયાનો પ્રવાસ છોડીને આવી શકે છે પરત

#MeToo: મંત્રી એમજે અકબર નાઇઝિરીયાનો પ્રવાસ છોડીને આવી શકે છે પરત
ફાઇલ તસવીર

કેન્દ્રીય મંત્રી એમ જે અકબર ઉપર કથીત રીતે નાઇઝિરિયાનો પ્રવાસ ઓછો કરીને ભારત પરત આવવા માટે કહેવામાં આવ્યું છે.

 • Share this:
  કેન્દ્રીય મંત્રી એમ જે અકબર ઉપર કથીત રીતે નાઇઝિરિયાનો પ્રવાસ ઓછો કરીને ભારત પરત આવવા માટે કહેવામાં આવ્યું છે. પૂર્વ પત્રકાર રહેલા એમજે અકબર ઉપર વિવિધ મિહલાઓએ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, એમજે અકબર શુક્રવારની જગ્યાએ ગુરુવારે જ ભારત આવી શકે છે.

  રિપોર્ટ પ્રમાણે એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે તેઓ આ મામલો વિચારાધીન છે પરંતુ તેમનો જવાબ મહત્વપૂર્ણ છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ મામલો સરકાર અને બીજેપીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે વાત થઇ છે. ઉલ્લેખનીય છે કે, '#MeToo’ અભિયાન અંતર્ગત કેટલીક મહિલા પત્રકારોએ અકબર ઉપર આરોપ લગાવ્યો છે કે પત્રકાર હતા તે સમયે તેમની સાથે શારીરિક શોષણ કર્યું હતું. જોકે, આ આરોપ ઉપર વિદેશ રાજ્યમંત્રી અકબરની કોઇ જ પ્રતિક્રિયા આવી નથી.  જોકે, આ મામલાએ રાજકીય વળાંક ત્યારે લીધો જ્યારે કોંગ્રેસએ કેન્દ્રીય મંત્રી એમજે અકબર ઉપર લાગેલા શારીરિક શોષણના આરોપની માંફી માંગી, બીજી તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એ પ્રશ્નને ટાળતી રહી કે શું સરકાર અકબર સામે કોઇ કાર્યવાહી કરશે?

  કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "આ ખુબ જ ગંભીર બાબત છે કે સંબંધિત મંત્રીએ બોલવાની જરૂર છે. ચુપ રહેવું એ કોઇ રસ્તો નથી. આ મામલાની તપાસ થવી જોઇએ. અમે સંબંધીત મંત્રી અને વડાપ્રધાન બંનેને આ મુદ્દા અંગે સાંભળવા માંગીએ છીએ."

  ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કોઇ જ ટિપ્પણી આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
  Published by:News18 Gujarati
  First published:October 11, 2018, 12:25 IST

  ટૉપ ન્યૂઝ