Home /News /national-international /દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલી 7 ઘડિયાળો પકડાઈ, તેમાંથી એકની કિંમત 27 કરોડ રૂપિયા

દિલ્હી એરપોર્ટ પર દુબઈથી આવેલી 7 ઘડિયાળો પકડાઈ, તેમાંથી એકની કિંમત 27 કરોડ રૂપિયા

દિલ્હી એરપોર્ટ પર કરોડો રૂપિયાની ઘડિયાળોની સાથે સીમા શુલ્ક વિભાગે યુવકની ધરપકડ કરી છે.

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે કરોડો રૂપિયાની કિંમતની ઘડિયાળો સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ધરપકડ સીમા શુલ્ક વિભાગના અધિકારીઓએ કરી છે. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે સાત લક્ઝરી કલાઈની ઘડિયાળોની તસ્કરી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે કરોડો રૂપિયાની કિંમતની ઘડિયાળો સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ધરપકડ સીમા શુલ્ક વિભાગના અધિકારીઓએ કરી છે. અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે સાત લક્ઝરી કલાઈની ઘડિયાળોની તસ્કરી કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ધરપકડ કરવામાં આવેલા એક યુવકની પાસેથી જપ્ત કરવામાં આવેલી ઘડિયાળોમાંથી એક સોનાની છે. જેની પર હીરા જડવામાં આવ્યા છે અને તેની કિંમત 27.09 કરોડ રૂપિયા છે. આઈજીઆઈ સીમા શુલ્ક અધિકારી જુબેર રિયાજ કામીલીનું કહેવું છે કે કિંમતની રીતે જોઈએ તો આ લક્ઝરી સામનોની સૌથી જપ્તી છે.

    તેમણે કહ્યું કે કિંમતના સંદર્ભમાં તે એક વખતમાં 60 કિલોગ્રામ સોનું જપ્ત કરવા બરાબર છે. એક અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે દુબઈથી અહીં પહોંચેલા આરોપી યાત્રીને સીમા શુલ્કવિભાગના અધિકારીઓએ રોક્યો. આરોપી ભારતીય નાગરિક છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના સામાનની વિસ્તૃત તપાસ અને વ્યક્તિગત શોધ દરમિયાન સાત કલાઈ ઘડિયાળો જપ્ત થઈ. આ ઘડિયાળો જેકબ એન્ડ કંપની, પિયાજે લાઈમલાઈટ સ્ટેલા, રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ, રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ, રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ અને રોલેક્સ ઓયસ્ટર પર્પેચ્યુઅલ ડેટ જસ્ટ છે.

    અધિકારીઓએ જણાવ્યું કે જેકેબ એન્ડ કંપનીની એક ઘડિયાળની કિંમત 27.09 કરોડ રૂપિયા છે. દિલ્હી સીમા શુલ્ક દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘડિયાળો સિવાય, મુસાફરની પાસેથી 28.17 કરોડ રૂપિયાની કુલ કિંમતનું હીરા જડિત સોનાનું બ્રેસલેટ અને એક આઈફોન 14 પ્રો 256 જીબી જપ્ત કરવામાં આવ્યું છે. ઘડિયાળોને જપ્ત કરીને યાત્રીની ધરપકડ કરવામાં આવી છે. સીમા શુલ્ક વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આરોપી યાત્રી અને તેના કાકનો દુબઈમાં મોંઘી ઘડિયાળોનો એક શોરૂમ છે, જેની બ્રાન્ચો સંયુક્ત અરબ અમીરાતમાં અન્ય જગ્યાઓ પર પણ છે.

    નામ ન જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરતા અધિકારીએ કહ્યું કે તે તેને દિલ્હીમાં એક હાઈ-પ્રોફાઈલ ક્લાયન્ટને આપવા જઈ રહ્યો હતો. મુસાફરે આ ગ્રાહકને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળવાનું હતું. જેના વિશે કહેવામાં આવે છે કે તે ગુજરાતનો રહેવાસી છે. જોકે ગ્રાહક તેને મળવા પહોંચ્યો નહોતો. અત્યાર સુધી આરોપીએ ગ્રાહકના નામનો ખુલાસો ન કરતા કહ્યું છે કે તેને તેના જીવનો ડર છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Airports, Delhi airport, Delhi News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन