ઉઠી માંગ! જાતી આધારીત નહીં, યોદ્ધાના નામે બને સેનાની રેજીમેન્ટ

આ પ્રકારની માંગો દેશની અન્ય જાતીઓ અને સમુદાયો દ્વારા પણ ભવિષ્યમાં ઉઠી શકે છે, જે રાષ્ટ્રહિતમાં નથી.

News18 Gujarati
Updated: June 24, 2019, 7:04 PM IST
ઉઠી માંગ! જાતી આધારીત નહીં, યોદ્ધાના નામે બને સેનાની રેજીમેન્ટ
સેનામાં કેટલાક રેજીમેન્ટ જાતી આધારીત છે
News18 Gujarati
Updated: June 24, 2019, 7:04 PM IST
અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી દરમિયાન વાયદો કર્યો હતો કે, જો તે સત્તામાં આવશે તો, 'અહીર બખ્તરબંધ રેજીમેન્ટ' બનાવશે. બીજેપી નેતા દિનેશ લાલ યાદવ નિરહુઆએ પણ તેનું સમર્થન કરવું પડ્યું હતું. પછી ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરે ચમાર રેજીમેન્ટ બનાવવાની માંગ ઉઠાવી દીધી. ઉલ્લેખનીય છે કે, યાદવ સમાજ લગભગ બે દશકથી અલગ-અલગ મંચો પર તેની માંગ ઉઠાવી રહ્યા છે, ધરણા પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે.

એટલું જ નહીં કેટલાક દલિત સંગઠન ચમાર રેજીમેન્ટ બનાવવાની માંગને લઈ સંઘર્ષ કરી રહ્યા છે. આ મામલો રાષ્ટ્રીય અનુસૂચિત જાતી આયોગ પણ પહોંચ્યો છે. પરંતુ, હવે હરિયાણાના એક દલિત નેતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહને પત્ર લખી જાતીઓ અને ક્ષેત્રો આધારિતના નામ પર બનેલી સેનાૈના રેજીમેન્ટને ખતમ કરવાની માંગ કરી છે. આ રીતનો મામલો એક વખત કોર્ટ પણ પહોંચ્યો છે. એવામાં પ્રશ્ન એ થાય છે કે, શું જાતીઓ અને રાજ્યોના નામ પર બનેલી સેનાની રેજીમેન્ટને ખતમ કરી શકાય છે?

શહીદોના નામ પર બનાવવામાં આવે રેજીમેન્ટ

દલિત નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓપી ધુમાએ કહ્યું છે કે, જો દેશમાં જાતીવાદને ખતમ કરવો હોય તો, સેનામાં શહીદોના નામ પર રેજીમેન્ટ બનાવવામાં આવે. એરફોર્સ અને નેવીમાં આ રીતે જાતી આધારીત કોઈ રેજીમેન્ટ નથી. ઘામાએ આરટીઆઈ કરી આ જાણકારી લીધી કે, આ સમયે સેનામાં કેટલી રેજીમેન્ટ છે, તો ખબર પડી કે, આ સમયે 23 રેજીમેન્ટ છે. જેમાંથી કેટલીક જાતી અને જે તે વિસ્તારના નામ પર પણ છે.તેમાંથી મુખ્ય રીતે જાટ રેજીમેન્ટ, રાજપૂત રેજીમેન્ટ, ગોરખા રેજીમેન્ટ, સિખ રેજીમેન્ટ, ડોગરા રેજીમેન્ટ, પંજાબ રેજીમેન્ટ, બિહાર રેજીમેન્ટ અને અસમ રેજીમેન્ટ વગેરે સામેલ છે. તેમનું કહેવું છે કે, જાતીઓના નામ પર બનેલી રેજીમેન્ટને સમાપ્ત કરવાની માંગને લઈ 2012માં એક મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો હતો. પરંતુ, શું થયું ખબર નહીં.
Loading...

ભરતી સમયે ના હોવી જોઈએ જાતીની કોલમ
ડો. બીઆર આંબેડકર એજ્યુકેશન સોસાયટીના ચેરમેન ધામાએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી અપીલ કી છે કે, યોદ્ધાઓના નામ પર રેજીમેન્ટ બનાવવામાં આવે. આર્મીમાં ભરતી કરવામાં આવતા સમયે એપ્લીકેશનમાં જાતી અને ધર્મની કોલમ સમાપ્ત કરી દેવામાં આવે.

જાતીના નામ પર બનેલી સેનાની રેજીમેન્ટ ખતમ કરવાની માંગ
ધામાએ કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી યાદવ સમાજની કેટલીક સંસ્થાઓએ ભારતીય સેનામાં અહીર રેજીમેન્ટ બનાવવાની માંગ કરી છે. આ પ્રકારની માંગો દેશની અન્ય જાતીઓ અને સમુદાયો દ્વારા પણ ભવિષ્યમાં ઉઠી શકે છે, જે રાષ્ટ્રહિતમાં નથી.
First published: June 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...