હૈદરાબાદ : દુનિયાભરમાં કોવિડના અલગ અલગ સ્ટ્રેઇન જોવા મળ્યા છે. જેના કારણે સંક્રમણના હળવા અને ગંભીર કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હૈદરાબાદના ડોક્ટરોએ મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલને કોરોનાના વાયરલ લોડને તત્કાળ અને પ્રભાવી રીતથી કંટ્રોલ કરવા માટે ચમત્કારિક બતાવી છે. હૈદરાબાદ શહેરની અલગ-અલગ હોસ્પિટલોમાં અત્યાર સુધી કોવિડના 100 દર્દીઓને એન્ટીબોડી કોકટેલ આપવામાં આવી છે અને બધા પર આ પ્રયોગ સફળ રહ્યો છે. મોટાભાગના દર્દીઓને તે જ દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા.
શહેરના ડોક્ટરોએ જણાવ્યું કે કૈસિરીમેબે (Casirivimab)અને ઇમ્ડેવીમેબ (Imdevimab)બે મોનોક્લોનલ એન્ટીબોડી દવાઓ છે. જેનો ઉપયોગ ભારતમાં કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરોએ કહ્યું કે કોરોનાની સારવારમાં આ દવાઓથી સાત દિવસની અંદર ચમત્કારિક પરિણામ જોવા મળ્યા છે. ગાચીબાઉલી સ્થિત એઆઈજી હોસ્પિટલમાં ફિઝિશિયન અને ક્રિટિકલ કેયર સ્પેશ્યાલિસ્ટ ડો કેબી ચેતન રેડ્ડીએ કહ્યું કે ડ્ર્ગ કોકટેલ દ્વારા દર્દીઓેને હોસ્પિટલમાં ભરતી થવાના 70 ટકા સુધી ઘટાડી શકાય છે.
તેમણે કહ્યું કે ડ્ર્ગ કોકટેલ જો દર્દીને લક્ષણ દેખાવવાના સાત દિવસની અંદર દેવામાં આવે તો આ ગેમચેન્જર બની શકે છે. ડ્રગ કોકટેલ ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે કારણ કે તેનાથી દર્દીઓને તત્કાળ રાહત મળી રહી છે અને સ્વાસ્થ્ય વ્યવસ્થા પર દબાણ ઓછું કરવામાં પણ મદદ મળી રહી છે. દર્દીઓને એક કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી ઘરે જવાની મંજૂરી આપવામાં આવે છે.
અપોલો હોસ્પિટલમાં સંક્રામક રોગ વિભાગમાં કંસલ્ટેંન્ટ ડો. સુનીતા નારરેડ્ડીના મતે લક્ષણ દેખાયાના ત્રણ દિવસની અંદર ડ્રગ કોકટેલની અસર ઘણી અસરદાર રહે છે અને સાત દિવસની અંદર આપવામાં આવે તો આ પ્રભાવી બને છે. સંક્રમણના લક્ષણ જોવા મળવા પર આ ડ્રગ કોકટેલના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી દસ દિવસોની છે. દર્દીમાં લક્ષણ ઉભરવાના પાંચ દિવસ સુધી ઘણો તાવ રહે છે. આવામાં ડ્રગ કોકટેલને પાંચ દિવસોની અંદર આપવું ફાયદાકારક રહે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સિકંદરાબાદ સ્થિત યશોદા હોસ્પિટલમાં ઇન્ટરવેંશનલ પલ્મોનોલોજી વિભાગના હેડ હરિ કિશન ગોનુગુંતલાએ કહ્યું કે આ ડ્રગ કોકટેલની કોઇ મોટી સાઇડ ઇફેક્ટ નથી. આ દવા કોવિડના હળવા અને મધ્યમ સ્તરના કેસમાં સ્ટાન્ડર્ડ દવા બની શકે છે. જેના ઉપયોગથી લોકોને હોસ્પિટલમાં દાખલ થવાથી અને સંક્રમણના કારણે થતા મોતને ટાળી શકાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર