માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર

News18 Gujarati
Updated: July 1, 2020, 11:04 AM IST
માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર
પ્રતીકાત્મક તસવીર

ભારતમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ દુર્ઘટનાઓ થાય છે, તે દુનિયામાં સૌથી વધુ છે

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દુર્ઘટના પીડિતો (Road Accidents In India) માટે ટૂંક સમયમાં કેશલેસ (Caseless) સારવારની સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેમાં પ્રત્યેક કેસમાં મહત્તમ મર્યાદા 2.5 લાખ રૂપિયા રહેશે. દેશમાં દર વર્ષે લગભગ પાંચ લાખ માર્ગ દુર્ઘટનાઓ થાય છે. તે દુનિયામાં સૌથી વધુ છે. આ આંકડાઓને જોતાં આ યોજના ઘણી અગત્યની થઈ જાય છે.

દેશમાં દર વર્ષે માર્ગ દુર્ઘટનાઓમાં સરેરાશ દોઢ લાખથી વધુ લોકોનાં મોત થાય છે જ્યારે ત્રણ લાખ લોકો અપંગ થઈ જાય છે. રાજ્યોના પરિવહન સચિવો અને કમિશ્નરોને મોકલવામાં આવેલા પત્રમાં માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે કહ્યું છે કે કેશલેસ સારવારની યોજના માટે એક મોટર વાહન દુર્ઘટના ફંડ (road accident fund) ઊભું કરવામાં આવે. માર્ગ દુર્ઘટના ફંડની સ્થાપના ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સંશોધિત મોટર વ્હીકલ એક્ટની મુખ્ય જોગવાઈઓ પૈકીની એક હતી.

એક દિવસમાં સરેરાશ 1200 માર્ગ અકસ્માત

કહેવામાં આવી રહ્યું છે કે માર્ગ દુર્ઘટનાના પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવા માટે સંભવતઃ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ (NHA)ના મજબૂત આઈટી માળખાનો ઉપયોગ કરવામાં આવશે. ભારતમાં માર્ગ દુર્ઘટનાના કારણે દર વર્ષે દોઢ લાખથી વધુ લોકોનાં મોત થાય છે. પરિવહન મંત્રાલય મુજબ, ભારતમાં દરરોજ સરેરાશ 1200 માર્ગ અકસ્માત થાય છે અને લગભગ 400 લોકો પોતાના જીવ ગુમાવે છે.

આ પણ વાંચો, મેથી સમજીને બનાવ્યું ગાંજાનું શાક! તેને ખાઈને પરિવારના 6 સભ્યોની તબિયત લથડી

મંત્રાલયના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, NHAના મજબૂત આઈટી પ્લેટફોર્મને માર્ગ અકસ્માતના શિકાર લોકો માટે કેશલેસ સારવાર આપવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. જો હૉસ્પિટલ દર્દીને એક PMJAY હૉસ્પિટલમાં મોકલે તો એવામાં હૉસ્પિટલોને ઓછામાં ઓછા દર્દીને ફર્સ્ટ એડ આપીને તેને સ્થિર કરવા પડશે. જેથી PMJAY હૉસ્પિટલમાં તેમની યોગ્ય રીતે સારવાર થઈ શકે.આ પણ વાંચો, સામાન્ય જનતાને લાગ્યો મોટો આંચકો, ફરી મોંઘો થયો LPG સિલિન્ડર, જાણો નવા ભાવ

માર્ગ દર્ઘટનાનો શિકાર લોકો માટે ટ્રોમા અને હેલ્થકેર સેવાઓને એક ખાતાના માધ્યમથી ફંડ આપવામાં આવશે જેને યોજના લાગુ કરવા માટે પરિવહન મંત્રાલય હેઠળ સ્થાપિત કરવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો દુર્ઘટનાગ્રસ્ત ગાડીનો વીમો નહીં હોય તો વળતર તરીકે સારવારનો ખર્ચ ગાડી માલિકને આપવો પડશે.
First published: July 1, 2020, 11:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading