દિલ્હી રેલવે સ્ટેશન પરથી પકડાઈ ચોવીસ લાખથી વધુની ચલણી નોટો

  • Share this:
    નવી દિલ્હી: નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ અને કસ્ટમના અધિકારીઓએ મારેલા છાપામાં સિયાલદાહ રાજધાનીમાંથી રૂ. 24,60,000ની કિંમતની રૂપિયા 50 અને 10 રૂપિયાની ચલણી નોટો ઝડપાઈ હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.    અગાઉથી મળેલી બાતમીને આધારે કસ્ટમના અધિકારીઓએ રેલવે સત્તાવાળાઓની મદદ લઈને નવી દિલ્હી રેલવે સ્ટેેશન પર સિઆલદાહ રાજધાની ટ્રેનમાં છાપો માર્યો હતો. જેમાં રૂ. 50 અને રૂ 10ની કુલ 24,60,000ની નોટો પકડી પાડી હતી. હાલમાં આ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. જોકે, આ મામલે હજું સુધી વધુ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે પણ સત્તાવાર રીતે પકડાયેલી ચલણી નોટોને લઈને કોઈ નિવેદન આપ્યું નથી.
    Published by:Mujahid Tunvar
    First published: