Home /News /national-international /રોકડની રોકકડઃ અનેક રાજ્યોમાં થયા ATMs ખાલી, બહાર લાગી લાંબી લાઇનો

રોકડની રોકકડઃ અનેક રાજ્યોમાં થયા ATMs ખાલી, બહાર લાગી લાંબી લાઇનો

દેશમાં બે સપ્તાહ પછી ફરીથી કેશની પરોજણ ઉભા થતાં લોકો ટેન્શનમાં આવી ગયા છે. આ વખતે પૂર્વોત્તર રાજ્યોમાં રહેનારા લોકોને રોકડ રૂપિયાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

દેશમાં બે સપ્તાહ પછી ફરીથી કેશની પરોજણ ઉભા થતાં લોકો ટેન્શનમાં આવી ગયા છે. આ વખતે પૂર્વોત્તર રાજ્યોમાં રહેનારા લોકોને રોકડ રૂપિયાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.

    દેશમાં બે સપ્તાહ પછી ફરીથી કેશની પરોજણ ઉભા થતાં લોકો ટેન્શનમાં આવી ગયા છે. આ વખતે પૂર્વોત્તર રાજ્યોમાં રહેનારા લોકોને રોકડ રૂપિયાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને મેજોરમમાં મે મહિનાના પહેલા સપ્તાહમાં જ એટીએમ ખાલી થવાથી કેશનું સંકટ ઉભું થયું છે. બેંકના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુવાહાટીમાં રિઝર્વ બેંક દ્વારા કેશની ઉપલબ્ધીમાં મોડું થયું છે. તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા અનેક રાજ્યોમાં એટીએમ ખાલી થયા હતા.

    સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિઝનલ મેનેજર દિપક ચૌધરીના જણાવ્યા પ્રમાણે અમે એપરેટસને સારી રીતે ચલાવવા માટે એટીએમમાં ફ્રેસ નોટ નાખવા જોઇએ. અત્યારે બેંક પાસે જૂની નોટો છે. અમે ગુવાહાટીમાં આરબીઆઇને કહ્યું છે કે, તેઓ અલગ અલગ મૂલ્યની ફ્રેસ નોટ વહેલી તકે મોકલે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે આશા રાખીએ છીએ કે, આગામી સપ્તાહ સુધીમાં સ્થિતિ સામાન્ય થઇ જશે.

    અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને મિઝોરમમાં આ મહિનાના પહેલા જ અઠવાડિયે એટીએમ ખાલી થયાનું સંકટ ઊભું થયું છે. જેનાથી લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં આ વાતને લઇને ખુબ જ ગુસ્સો જોવા મળે છે. ઇટાનગરમાં એક એસબીઆઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે કેશ સંકટને દૂર કરવા માટે આંતરિક વ્યવસ્થા કરવી પડી અને ગ્રામીણ શાખાઓમાંથી શહેરી શાખાઓમાં પૈસા મોકલવા પડ્યા.

    કેમ આવી હાલત ઉભી થઇ આ પ્રશ્નના જવાબ આપતા એસબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દેવજ્યોતિ દત્તે કહ્યું હતું કે, આરબીઆઈ તરફથી નોટોની પૂર્તિ ઓછી કરવાના કારણે આવી હાલત ઊભી થઇ છે. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Cash Crunch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन