વ્યાપંમના કાર્યલાયમાંથી મળી આવ્યા રૂપિયાની નોટોના બંડલ અને વ્યવહાર સંબંધિત દસ્તાવેજો

ભોપાલઃ કૌભાંડોને લઇને ચર્ચામાં આવેલા વ્યાવસાયિક પરીક્ષા બોર્ડ (વ્યાપંમ) ના કાર્યાલયમાં ફર્નિચરના સમારકામ દરમિયાન એક ટેબલ માંથી રૂપિયાની નોટોના બંડલ અને વ્યવહાર સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.

ભોપાલઃ કૌભાંડોને લઇને ચર્ચામાં આવેલા વ્યાવસાયિક પરીક્ષા બોર્ડ (વ્યાપંમ) ના કાર્યાલયમાં ફર્નિચરના સમારકામ દરમિયાન એક ટેબલ માંથી રૂપિયાની નોટોના બંડલ અને વ્યવહાર સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.

  • Share this:
ભોપાલઃ કૌભાંડોને લઇને ચર્ચામાં આવેલા વ્યાવસાયિક પરીક્ષા બોર્ડ (વ્યાપંમ) ના કાર્યાલયમાં ફર્નિચરના સમારકામ દરમિયાન એક ટેબલ માંથી રૂપિયાની નોટોના બંડલ અને વ્યવહાર સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે.

પોલીસ સૂત્રોના અનુસાર એક મિસ્ત્રી લાકડાના ટેબલને રીપેર કરી રહ્યો હતો, ત્યારે તેને જોયું કે, ટેબલના અંદર અમુક રૂપિયાની નોટોના બંડલ રાખેલા છે. તેણે તરત જ આની જાણ ત્યાં હાજર રહેલ કર્મચારીને કરી હતી.

વ્યાપંમના જનસંપર્ક અધિકારીએ એક પ્રેસ નોટ જાહેર કરતા જણાવ્યું છે કે, ફર્નિચરના સમારકામ દરમિયાન ટેબલના અંદરથી દસ્તાવેજ અને પ્લાસ્ટિકની બેગમાંથી રોકડ રૂપિયા મળી આવ્યાં છે, જેની જાણ પોલીસને કરી દેવામાં આવી છે.

તો આ બાજુ પોલીસના સૂત્રોનું કહેવું છે કે, રોકડ રૂપિયા સાથે ચેક પણ મળી આવ્યાં છે, જેમાં એક અધિકારીનું નામ લખ્યું છે, જેને આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વ્યાપંમ મામલાની સીબીઆઇ તપાસ ચાલી રહી છે, આ પહેલા એસટીએફ આ મામલે તપાસ કરતી હતી.
First published: