Home /News /national-international /વિજય માલ્યા કરતા અલગ છે નીરવ મોદીનો કેસ, સરળ નથી જામીન મળવા

વિજય માલ્યા કરતા અલગ છે નીરવ મોદીનો કેસ, સરળ નથી જામીન મળવા

વિજય માલ્યા અને નીરવ મોદીના કેસની તુલના કરવામાં આવે તો, તેમાં ઘણું અંતર છે.

વિજય માલ્યા અને નીરવ મોદીના કેસની તુલના કરવામાં આવે તો, તેમાં ઘણું અંતર છે.

    પંજાબ નેશનલ બેન્ક ઘોટાળાનો સૌથી મોટો આરોપી નીરવ મોદીની આખરે લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી ઉપર પીએનબીના 13 હજાર કરોડ રૂપિયા ઉડાવવાનો આરોપ છે, લગભગ 13 મહિના પહેલા આ ઘોટાળાનો ખુલાસો થયો હતો, ત્યારથી તેની શોધખોળ ચાલુ હતી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ બીજા ભાગેડુ વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગઈ હતી.

    જોકે, વિજય માલ્યા અને નીરવ મોદીના કેસની તુલના કરવામાં આવે તો, તેમાં ઘણું અંતર છે. કેમ કે, વિજય માલ્યા પર ભારતમાં બેન્કોની લોનને ડિફોલ્ટ જાહેર કરી લંડન ભાગી જવાનો આરોપ છે. ત્યારથી તે લંડનમાં શરણ લઈ બેઠો છે, જેથી ભારતે વિજય માલ્યા પર આરોપ સાબિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે વિજય માલ્યાને જામીન પણ આપી દીધા, ભારતની એજન્સિઓ હજુ સુધી માલ્યાને પ્રત્યર્પિત કરવાની પ્રક્રિયામાં ગુંચવાયેલી છે. આ બાજુ નિરવ મોદીના કેસને જોઈએ તો, આ મામલામાં પૈસા લઈ ભાગી જવાની સાથે ધોખાગડીનો પણ આરોપ છે.

    નીરવના મામલામાં જ્યારે વાતો ખુલીને સામે આવી તો, ખબર પડી કે, તે પોતાના ગ્રાહકોને અનનેચરલ હીરા વેચતો હતો, કેટલીએ સેલિબ્રિટીને તેણે પોતાની પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે પણ લગાવ્યા હતા. જોકે, નિયમો હેઠળ નીરવ મોદીને શરતી જામીન મળી શકે છે, પરંતુ તેના કારનામાને જોતા લાગે છે કે, આવું ઘણું મુશ્કેલ છે.

    નીરવ પર આરોપ - નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ વિદેશમાં લોન લેવા માટે ખોટી રીતે ગેરંટી પત્ર (એલઓયૂ) મેળવી પંજાબ નેશનલ બેન્કને લગભગ 13000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો. આ દરમ્યાન આ બંનેએ કેટલીએ નકલી કંપનીઓ બનાવી, નકલી ડાયરેક્ટર બનાવ્યા અને બેન્ક સાથે ધોખાઘડી કરી.

    વિજય માલ્યા પર આરોપ - તમને જણાવી દઈએ કે, શરાબ વેપારી વિજય માલ્યા બેન્કોની 9000 કરોડની લોન ચૂકવી નહી શકવાના કેસનો સામનો કરી રહ્યો છે. તે પોતાની વિરુદ્ધ સીબીઆઈની લુકઆઉટ નોટિસને કમજોર કરવાનો ફાયદો ઉઠાવી માર્ચ 2016માં બ્રિટન ભાગી ગયો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Case, Different, Nirav Modi, Vijay Mallya, જામીન

    विज्ञापन
    विज्ञापन