મુંબઈઃ નાઇટ ક્લબમાં મોડી રાત્રે પાર્ટી કરતાં ઝડપાયા સુરેશ રૈના સહિત અનેક સલિબ્રિટીઝ, 34 લોકો સામે કેસ

મુંબઈઃ નાઇટ ક્લબમાં મોડી રાત્રે પાર્ટી કરતાં ઝડપાયા સુરેશ રૈના સહિત અનેક સલિબ્રિટીઝ, 34 લોકો સામે કેસ
કોરોના કાળમાં મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યા હતા રૈના, બાદશાહ, ગુરૂ રંધાવા, પોલીસે દરોડો પાડતાં પાછલા દરવાજેથી ભાગવાનો પ્રયાસ

કોરોના કાળમાં મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યા હતા રૈના, બાદશાહ, ગુરૂ રંધાવા, પોલીસે દરોડો પાડતાં પાછલા દરવાજેથી ભાગવાનો પ્રયાસ

  • Share this:
    મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ની વિરુદ્ધ મુંબઈ પોલીસ (Mumbai Police)એ કેસ નોંધી દીધો છે. મૂળે, મુંબઈના ડ્રેગન ફ્લાય (Dragon Fly)નામના એક પબમાં કોરોનાના નિયમો (Corona Guidelines)નું પાલન કરતાં અનેક લોકો પકડાઈ ગયા હતા. તેમાં સુરેશ રૈના પણ સામેલ છે. રૈના પર કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઝ ગુરુ રંધાવા, બાદશાહ ઉપરાંત સુઝૈન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી.

    મીડિયા રિપોર્ટસ મુજબ, સુરેશ રૈના ઉપરાંત અનેક બોલિવૂડ સેલિબ્રિટલીઝની મુંબઈ એરપોર્ટની પાસે મુંબઈ ડ્રેગન ફ્લાય ક્લબથી ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને જામીન મળી ચૂક્યા છે. ધરપકડનું કારણ સમય મર્યાદાથી વધુ ક્લબને ખોલવા અને કોવિડ નિયમોનું પાલન કરવા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ, સિંગર ગુરૂ રંધાવા અને બાદશાહની પણ ધરપકડ કરવામાં આવી હતી, જેમને જામીન મળી ચૂક્યા છે. આ દરોડામાં કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં 7 હોટલ સ્ટાફ પણ સામેલ છે.



    આ પણ વાંચો, IIT દિલ્હીએ બનાવ્યું ‘શાકાહારી મીટ’, અસલી જેવો સ્વાદ અને પોષણ

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાત્રે લગભગ ત્રણ વાગ્યે મુંબઈ પોલીસે ડ્રેગન ફ્લાય પર દરોડા પાડ્યા. સૂત્રો મુજબ ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી જેમાં અનેક કલાકાર અને ખેલાડી હાજર હતા. મીડિયા સૂત્રોનું કહેવું છે કે આ પાર્ટીમાં ક્રિકેટર સુરેશ રૈના ઉપરાંત ગાયક ગુરૂ રંધાવા, બાદશાહ, સુઝૈન ખાન પણ હાજર હતા. જોકે આ લોકો ઉપરાંત સુરેશ રૈના પાછળના દરવાજાથી ભાગી ગયા. બાદશાહ પણ પાછલા દરવાજાથી ભાગી ગયો હતો.

    આ પણ વાંચો, Bye Bye 2020: આ દિગ્ગજ ખેલાડીઓએ ઇન્ટરનેશનલ ક્રિકેટને કહ્યું અલવિદા

    મળતી જાણકારી મુજબ, મુંબઈમાં કોવિડ અને લૉકડાઉનના નિયમો હેઠળ પબ અને ક્લબોને ખુલ્લી રાખવાનો મહત્તમ સમય રાત્રે 11:30 વાગ્યા સુધીનો છે. પરંતુ જે ક્લબમાં આ લોકો પાર્ટી કરી રહ્યા હતા, તે રાત્રે 3 વાગ્યા બાદ પણ ખુલ્લી હતી. આ દરોડામાં કુલ 34 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    મીડિયા સાથેની વાતચીતમાં પોલીસે જણાવ્યું કે, આ પાર્ટીમાં 19 લોકો દિલ્હી અને પંજાબથી આવ્યા હતા. પાર્ટીમાં દિલ્હી, પંજાબ ઉપરાંત સાઉથ મુંબઈથી પણ લોકો આવ્યા હતા. પોલીસે કુલ 27 કસ્ટમર અને 7 કર્મચારીઓની આઇપીસીની કલમ 188 અને 269 ઉપરાંત મહામારી એક્ટ હેઠળ કેસ નોંધ્યા છે. પોલીસનું કહેવું છે કે સુરેશ રૈના સામે પણ કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા લોકોને નોટિસ આપીને છોડી મુકાયા છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 22, 2020, 13:44 pm

    ટૉપ ન્યૂઝ