હિમાચલ પ્રદેશના CM વિરભદ્રસિંહના ઘર સહિત 11 સ્થળોએ CBIના દરોડા

CBI અને EDની ટીમોએ આવક કરતાં વધુ સંપત્તિના કેસ મામલે આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્રસિંહના નિવાસ સ્થાન સહિત વિવિધ 11 સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે. ચંડીગઢ અને પંજાબની નંબર પ્લેટવાળા વાહનોમાં સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ આજે સવારે જાખૂની પહાડીઓમાં આવેલા વિરભદ્રસિંહના નિવાસસ્થાન હોલી લોજમાં તપાસે આવ્યા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
શિમલા # CBI અને EDની ટીમોએ આવક કરતાં વધુ સંપત્તિના કેસ મામલે આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વિરભદ્રસિંહના નિવાસ સ્થાન સહિત વિવિધ 11 સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે. ચંડીગઢ અને પંજાબની નંબર પ્લેટવાળા વાહનોમાં સીબીઆઇ અને ઇડીના અધિકારીઓ આજે સવારે જાખૂની પહાડીઓમાં આવેલા વિરભદ્રસિંહના નિવાસસ્થાન હોલી લોજમાં તપાસે આવ્યા હતા.

નવી દિલ્હીમાં સીબીઆઇના એક અધિકારીએ કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. સંજોગોવસાત આ દરોડાની ઘટના શિમલામાં મુખ્યમંત્રીની પુત્રીના લગ્નપ્રસંગે જ બની છે. વિરભદ્રસિંહ અને એમનો પરિવાર ઘરે હાજર ન હતો જ્યારે તપાસકર્તાઓ ત્યાં આવ્યા ત્યારે.

સીબીઆઇએ વિરભદ્રસિંહના કેન્દ્રિય મંત્રી કાર્યકાળ વખતે થયેલા ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં તપાસ હાથ ધરી છે.

કહેવાઇ રહ્યું છે કે, વિરભદ્રસિંહે છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્કમટેક્ષ ભર્યો છે. એમાં ઘણી ક્ષતિઓ સામે આવી છે અને આ મામલે જ આ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ મામલો વર્ષ 2009નો છે. આરોપ છે કે વિરભદ્રએ ખોટી રીતે રૂ.6 કરોડ કમાયા હતા.

તો કોંગ્રેસે આ મામલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, એમની સરકાર વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં દુનિયાને દિશા નિર્દેશ આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ એમની સરકાર પોતાના જ દેશમાં વિપક્ષ સાથે કેવી રીતે વર્તન કરી રહી છે? તપાસ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓ સામે કરી રહી છે, આવું વિશ્વમાં ક્યાં થતું નહીં હોય.
First published: