મુંબઈઃ થાણે પોલીસે નવ ઓક્ટોબરે દશેરા રેલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની નકલ કરવા બદલ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સાત નેતાઓ સામે કેસ દાખલ કર્યો છે. ANIના જણાવ્યા પ્રમાણે, થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 153, 500 અને 504 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. નૌપાડા પોલીસે બુધવારે 7 આરોપીઓ સામે નોટિસ જાહેર કરવામાં આવી છે.
રેલી દરમિયાન ઉદ્ધવ ઠાકરેની શિવસેના, જેને હવે ‘શિવસેના - ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે’ કહેવામાં આવે છે, તેણે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓની નકલજ નહીં, પરંતુ મુખ્યમંત્રીની ભારતીય જનતા પાર્ટી સમર્થિત દશેરા રેલીનો પણ મજાક ઉડાવ્યો હતો.
જાણો શું કહી નેતાએ મજાક ઉડાવ્યો
ઉદ્ધવ ઠાકરેના નેતાઓએ સીએમ શિંદેનો એવું કહી મજાક ઉડાવ્યો હતો કે, તે જે કરે છે તે મોદી-શાહ ચાલીસા વાંચવા જેવું છે, ઉલ્લેખનીય છે કે શિવસેનાના બે જૂથ છે. એક પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં અને બીજું બાગી સમૂહ કે જે હાલના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં છે. ત્યાં ઠાકરે એ દાદર વિસ્તારમાં શિવાજી પાર્કમાં પોતાની રેલીને સંબોધન કર્યુ છે, ત્યાં શિંદેએ બીકેસીમાં એક સભાને સંબોધન કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, શિંદે સાથે શિવસેનાના 39 ધારાસભ્યો અને 12 સાંસદ સહિત અન્ય 10 અપક્ષ પણ સામેલ છે.
પહેલાં પણ શિવસેનાના નેતાએ નકલ કરી હતી
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે શિવસેનાના કોઈ નેતાએ વડાપ્રધાન મોદીની નકલ કરી હોય. ડિસેમ્બર 2021માં પાર્ટીના ભાસ્કર જાધવે વડાપ્રધાન મોદીની નકલ કરી હતી અને પછી વિપક્ષે આ મામલે હોબાળો કરતા તેમણે માફી માગી હતી. સંસદ સત્ર દરમિયાન જાધવે વડાપ્રધાન મોદીનો મજાક ઉડાવ્યો હતો. વડાપ્રધાનની નકલ કરતા તેમણે 2014ના લોકસભા ચૂંટણી અભિયાનમાં વિદેશી બેન્કોમાં જમા કરાવેલા કાળા નાણાને પાછાં લાવવા મામલે કહ્યુ હતુ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર