Home /News /national-international /

બે હાથ અને એક કાન નહીં, પગેથી લખી આપી પરીક્ષા, આવ્યા 77%

બે હાથ અને એક કાન નહીં, પગેથી લખી આપી પરીક્ષા, આવ્યા 77%

નાહર ખાન

નાહરના પિતા બશીર અહમદ મજૂરી કરે છે. ઘર તૂટેલુ-ફૂટેલું છે. પાંચ કિમી ચાલીને સ્કૂલે જાય છે. સ્કૂલમાં તેની 100 ટકા હાજરી બતાવે છે.

  નાહર ખાનને બંને હાથ નથી. ડાબા પગની ચાર આંગળીઓ પણ કાપવી પડી છે. એક કાન નથી, પરંતુ ધગશ એટલી છે કે, જમણા પગથી લખીને તેણે હરિયાણા બોર્ડની 10માની પરિક્ષામાં 77 ટકા મેળવ્યા છે. જેમને હાથ પગ છે તેમના માટે એક મિશાલ બન્યો પગેથી પરિક્ષા આપનારો આ વિદ્યાર્થી. આ કહાની છે દેશના સૌથી પછાત જીલ્લામાં માનવામાં આવતા મેવાતના નાહર ખાનની જેની ધગશની આગળ શારીરિક પરેશાનીઓ હાર માની ગઈ. હાલમાં આ વિદ્યાર્થીની પૂરા મેવાતમાં ચર્ચા થઈ રહી છે. વિપરીત પરિસ્થિતિમાં બોર્ડની પરીક્ષા આપી અને સારૂ પ્રદર્શન કરી નામ પણ રોશન કર્યું.

  નાહરના પિતા બશીર અહમદ મજૂરી કરે છે. ઘર તૂટેલુ-ફૂટેલું છે. પરંતુ તેમણે પોતાના દિવ્યાંગ પુત્રનો અભ્યાસ રોક્યો નહીં. તેને ભણવાનો શોખ છે, તેથી જે થયું તે કર્યું. આમ તો મેવાતમાં અભ્યાસનો વધારે માહોલ નથી. સાક્ષરતા દર માત્ર 54.08 ટકા છે. નાહરે જણાવ્યું કે, 2004માં તેને કરંટ લાગ્યો હતો. અલવર અને જયપુરમાં સારવાર કરાવી. પરંતુ હાથ ન બચાવી શકાયા. મજબૂરીમાં બંને હાથ કપાવવા પડ્યા. એક કાન ખરાબ થઈ ગયો. ડાભા પગની ચાર આંગળીઓ કાપી નાખવામાં આવી તેને સાજો થવામાં ત્રણ વકર્ષ લાગ્યા. એવું લાગ્યું કે બધુ જ ખતમ થઈ ગયું. પરંતુ પોતાના આત્મવિશ્વાસથી તે ફરી ઉભો થયો. અને અભ્યાસમાં લાગી ગયો. અને તેની મહેનતનું પરિણામ રંગ લાવ્યું.

  પાંચ કિમી ચાલીને સ્કૂલે જાય છે
  પરંતુ નાહરને ભણવાનો શોખ છે. તે દશમા ધોરણ સુધી પહોંચી ગયો. બોર્ડની પરીક્ષા અઘરી હતી, પરંતુ ખુબ મહેનત કરી અને 500માંથી 385 નંબર લાવીને એવા લોકો માટે મિશાલ બન્યો છે સુવિધાના નામે રોદણા રોવે છે. નાહર માંડીખેડાના રાજકીય વરિષ્ઠ માધ્યમિકમાં ભણે છે. જે ગામ ખેડીખુર્દાથી લગભગ પાંચ કિમી દૂર છે. ત્યાં સુધી જવા પગપાળા જવું પડે છે. સ્કૂલમાં તેની 100 ટકા હાજરી બતાવે છે.  નાહરના પિતા બશીર અહમદે કહ્યું કે, પરિવારનું પાલન પોષણ કરવા માટે તેની પાસે મજૂરી સિવાય બીજો કોઈ અન્ય રસ્તો નથી. જે મજૂરીથી મળે છે તેનાથી પરિવાર ચાલે છે. તેને અમે અમારા હાથેથી ખવડાવીએ છીએ. મને ખુશી છે કે, મારા દીકરાએ મેવાતનું નામ રોશન કર્યું.

  સમાજસેવી રાજુદ્દીન જંગે જણાવ્યું કે, નાહર 18 વર્ષનો થયો છે. તેનું દિવ્યાંગ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે. અગામી મહિને પેન્શન માટે ફાઈલ જમા થશે. એક-બે મહિનામાં પેન્શન મળવાનું શરૂ થશે. જેગ અનુસાર, તેના પિતા બશીર અહમદની ઉંમર 60 વર્ષ થઈ ચુકી છે. કોશિસ એ પણ છે કે, તેમને વૃદ્ધ પેન્શન મળે. ઘરમાં ખુબ તંગી છે તેથી કેટલાક સરકારી યોજનાઓનો લાભ મળી જાય તો, ઘર ચલાવવામાં સરળતા થાય.

  નાહર પર સ્કૂલને પણ છે ગર્વ
  રાજકીય વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલય માંડીખેડાના પ્રાચાર્ય કરણ સિંહે જણાવ્યું કે, તેમની સ્કૂલમાં 245 બાળકોએ 10માં ધોરણની પરીક્ષા આપી હતી. જેમાં 148 વિદ્યાર્થી પાસ થયા. આવી પરિસ્થિતિમાં નાહરે 77 ટકા લાવી મેવાત-હરિયાણામાં સ્કૂલનું નામ રોશન કર્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Number, કેરિયર

  આગામી સમાચાર