Home /News /national-international /40 હજાર ફુટ ઊંચાઈ પર ઉડી રહેલી ફ્લાઈટમાં મુસાફરને બે વાર આવ્યો હાર્ટ અટેક, આ રીતે બચ્યો જીવ
40 હજાર ફુટ ઊંચાઈ પર ઉડી રહેલી ફ્લાઈટમાં મુસાફરને બે વાર આવ્યો હાર્ટ અટેક, આ રીતે બચ્યો જીવ
ફ્લાઈટમાં મુસાફરને આવ્યો હાર્ટ અટેક
ડો. વિશ્વરાજ વેમલા બ્રિટેનમાં બર્મિઘમમાં આવેલ ક્વિન એલિઝાબેઝ હોસ્પિટલમાં હેપેટોલોજિસ્ટ છે. તેઓ બ્રિટેનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ AI128 મુસાફરી કરી રહ્યા હતા.
40 હજાર ફુટની ઊંચાઈ પર ઉડી રહેલી ફ્લાઈટમાં એક મુસાફરને બે વાર હાર્ટ અટેક આવ્યો. સારી વાત એ છે કે, આ ફ્લાઈટમાં બેઠેલા ડોક્ટરે આ શખ્સનો જીવ બચાવી લીધો. જ્યારે ફ્લાઈ મુંબઈમાં લેન્ડ થઈ તો, મુસાફરે ડોક્ટરને થેંક્સ કહ્યું અને તેની આંખમાંથી આંસૂ છલકાવા લાગ્યા. મુસાફરે ડોક્ટરને કહ્યું કે, તેમનો ઋણી રહીશ, તેમણે જે કર્યું તે ક્યારેય નહીં ભૂલી શકે.
ડો. વિશ્વરાજ વેમલા બ્રિટેનમાં બર્મિઘમમાં આવેલ ક્વિન એલિઝાબેઝ હોસ્પિટલમાં હેપેટોલોજિસ્ટ છે. તેઓ બ્રિટેનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ AI128 મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે આ મુસાફરને અચાનક અટેક આવ્યો અને તે શ્વાસ લઈ શકતો નહોતો, પણ તેની નાડી ચાલી રહી હતી. ત્યાર બાદ ડો. વેમલા આ શખ્સ પાસે આવ્યા અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરતા રહ્યા.
જ્યારે ડોક્ટર વેમલા મુસાફરનો જીવ બચાવાની કોશિશ કરી રહ્યા હતા, તો તેમણે કેબિન ક્રૂ મેમ્બર્સને પુછ્યું કે, શું તેમની પાસે કોઈ દવા છે ? સારી વાત એ છે કે, ફ્લાઈટમાં ઈમરજન્સી કીટ અને દવા હતી. આ દરમિયાન ડોક્ટર વેમલા, હાર્ટ રેટ મોનિટર, બ્લડ પ્રેશર મશીન, પલ્સ ઓક્સીમીટર અને ગ્લૂકોઝ મીટરથી સતત મુસાફર પર નજર રાખી રહ્યા હતા. લગભગ એક કલાક સુધી કોશિશ કર્યા બાદ મુસાફર ભાનમાં આવ્યો. ભાનમાં આવતા તેણે ડોક્ટર સાથે વાત કરી. ત્યાર બાદ શખ્સને ફરી વાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પણ ડોક્ટર વેમલાએ મુસાફરનો જીવ બચાવી લીધો.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જ્યારે આ મુસાફરની કંડીશન બગડવા લાગી તો, ડો. વેમલાએ પાયલટને નજીકના એરપોર્ટ પર ઉતરવાનો આગ્રહ કર્યો, પાયલટ જ્યારે ફ્લાઈટ પાકિસ્તાનમાં ઉતારવાની મંજૂરી માગી તો, ત્યાં અધિકારીઓએ ના પાડી દીધી.પણ રાહતની વાત એ છે કે, થોડા સમયમાં જ પાયલટે પ્લેનને મુંબઈ લેંડ કરાવ્યું. ત્યાર બાદ મુંબઈ એરપોર્ટ પર રહેલી ઈમરજન્સી ટીમે તેને હોસ્પિટલે લઈને ગઈ.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર