Home /News /national-international /ભોપાલઃ 'પદ્માવત'ના વિરોધમાં કરણી સેનાએ પોતાના જ કાર્યકરની કાર ફૂંકી મારી

ભોપાલઃ 'પદ્માવત'ના વિરોધમાં કરણી સેનાએ પોતાના જ કાર્યકરની કાર ફૂંકી મારી

કરણી સેનાએ સળગાવી નાખેલી કાર તેના કાર્યકરની જ હોવાનું માલુમ પડ્યું છે

પ્રાપ્ત વિગત પ્રમાણે MP-04-HC 9653 નંબર સાથે રજિસ્ટર થયેલી સ્વિફ્ટ કાર સુરેન્દ્રસિંહ ચૌહાણની હતી, તેઓ કરણી સેનાના કાર્યકર છે.

ભોપાલઃ પદ્માવત ફિલ્મના વિરોધમાં થયેલા પ્રદર્શન દરમિયાન મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કરણી સેનાના કાર્યકરોએ એક કારને આગ લગાવી દીધી હતી. દેખાવકારોએ જે કારને આગ લગાડી હતી તે કરણી સેનાના જ એક કાર્યકરની હતી. જોકે, તેને આ અંગેની જાણકારી ન હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.

ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે MP-04-HC 9653 નંબર સાથે રજિસ્ટર થયેલી સ્વિફ્ટ કાર સુરેન્દ્રસિંહ ચૌહાણની હતી, તેઓ કરણી સેનાના કાર્યકર છે.

ભોપાલ રેન્જના ડીઆઈજી ધર્મન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, 'જ્યોતિ ટોકિઝ ચોક પર ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારોની ધરપકડ કરી લેવામાં આવી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ચોક પર એક કારને આગ ચાંપી દેવામાં આવી હતી.'



રતલામ કરણી સેનાની મહિલા શાખાએ માંગી ઈચ્છામૃત્યુની મંજૂરી

બીજી તરફ રતલામમાં બુધવારે કરણી સેનાની મહિલા શાખાએ વિરોધ પ્રદર્શન કરતા જિલ્લા તંત્રને એક આવદેન આપ્યું હતું. જેમાં 27 મહિલાઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી હતી.

રતલામ જિલ્લા કરણી સેનાની મહિલા શાખાની ઉપાધ્યક્ષ મંગલા દેવડાએ કહ્યું કે, 'અમે આજે અહીં ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કર્યું અને 27 મહિલાઓએ જિલ્લા તંત્ર પાસેથી ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે.

First published:

Tags: Karni sena, કાર, ભોપાલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો