VIDEO: ટ્રાફિક પોલીસને ચેકિંગ ભારે પડ્યું, કાર ચાલક પોલીસને કચડી રફૂચક્કર

  • Share this:
    આંધ્ર પ્રદેશના કાકીનાડા ક્ષેત્રમાં રવિવારે ટ્રાફિક પોલીસ કર્મીઓને ચેકિંગ કરવું ભારે પડ્યું. ટ્રાફિક પોલીસની ટીમ રવિવારે રસ્તાને વચ્ચે બેરીકેટ મુકી વાહનોની તપાસ કરી રહી હતી. દરમિયાન પોલીસે એક કારને રોકી તેની તપાસ
    કરવાનો પ્રયાસ કરતા કાર ચાલકે અચાનક કાર હંકારી મુકી હતી.

    કાર ચાલકને રોકવા પોલીસકર્મીઓ કારની આગળ ઉભા રહી ગયા છતા તેણે કાર ભગાવી મુકી. આ સમયે એક જવાન અડફેડમાં આવી જતા કાર તેના પર ફરીવળી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Published by:Mujahid Tunvar
    First published: