કાર વડે પોલીસને અડફેટે લેતો live video, ચેકિંગ દરમિયાન ડ્રાઈવરે પોલીસને કાર સાથે ઘસેડ્યો
કાર વડે પોલીસને અડફેટે લેતો live video, ચેકિંગ દરમિયાન ડ્રાઈવરે પોલીસને કાર સાથે ઘસેડ્યો
વાયરલ વીડિયો પરથી તસવીર
punjab car video viral: કારને રોકવા જતાં કાર ડ્રાઈવરે કારને સ્પીડમાં હંકારી રહી. જેના કારણે પોલીસ કર્મચારી કારના બોનેટ ઉપર આવી જાય છે. કાર સાથે ઝોડા દૂર સુધી ખસેડાય છે. આગળ જઈને પોલીસ કર્મચારી નીચે રોડ ઉપર પટકાય છે.
ચંડીગઢઃપંજાબના (punjab news) પટિયાલામાં શનિવારે સુરક્ષા તપાસ દરમિયાન એક કારને રોકવું એક પોલીસ કર્મચારીને ભારે (police man) પડ્યું હતું. ડ્રાઈવર પોલીસને કાર સાથે ઢસડતો રહ્યો હતો. જોકે, બાદમાં કારની ઓળખ કરીને તેને જપ્ત કરી લીધી હતી અને વધુ તપાસ હાથધરી હતી. ડીએસપી સિટી (DSP city) હેમંત શર્માએ જાણકારી આપતા જણાવ્યું હું કે ચેકિંગથી બચવા માટે કાર ચાલકે પોલીસ કર્મચારીને (car driver hit police) કાર સાથે ઘસેડ્યો હતો. કારની ઓળખ થઈ ગઈ છે. આગળની તપાસ ચાલું છે.
મળતી માહિતી પ્રમાણે સ્વતંત્રતા દિવસને (Independence Day) ધ્યાનમાં રાખીને પ્રદેશમાં વાહન ચેકિંગ કડક કરી દીધું છે. પંજાબના પ્રમુખ શહેરો, ચોકડી, રસ્તાઓ ઉપર કડક દેખરેખમાં ચેકિંગ ચાલી રહી છે. દરેક સંવેદનશીલ સ્થળો ઉપર પોલીસ બાજ નજર રાખી રહી છે. કોઈપણ અનહોનીની આશંકાથી લડવા માટે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક જિલ્લામાં પોલીસને સતર્ક કરવામાં આવી છે.
કાર ડ્રાઈવરે પોલીસ કર્મચારીને અડફેટે લેતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કારને આવતા જોઈને પોલીસ કર્મચારી તેને રોકવા માટે ઈશારો કરે છે. કાર નજીક આવે છે અને કારને રોકવા જતાં કાર ડ્રાઈવરે કારને સ્પીડમાં હંકારી રહી. જેના કારણે પોલીસ કર્મચારી કારના બોનેટ ઉપર આવી જાય છે. કાર સાથે ઝોડા દૂર સુધી ખસેડાય છે.
#WATCH Car evading security check hits police personnel in Patiala, Punjab
Police say the injured police personnel is under medical treatment, car traced, further investigation underway
આગળ જઈને પોલીસ કર્મચારી નીચે રોડ ઉપર પટકાય છે. અને કાર ચાલક કાર સ્પીડમાં ભગાવીને ફરાર થઈ જાય છે. રોડ ઉપર પટકાતા પોલીસ કર્મચારીને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, આ અંગે ફરિયાદના આધારે કારની ઓળખ કરી હતી. અને કાર ચાલકની અટકાયત કરી કારને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનયી છે કે આવતી કાલે રવિવારે 15મી ઓગસ્ટ છે એટલે કે સ્વાતંત્ર દિવસ છે. આઝાદીની ઉજવણીની આખા દેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આતકંવાદીઓથી દેશને સુરક્ષિત કરવા માટે દેશભરમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. મોટા શહેરોમાં સંવેદનશીલ જગ્યાઓ ઉપર વાહન ચેકિંગથી લઈને તમામ કામગીરી કરવામાં આવી રહી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર