Home /News /national-international /હરિયાણામાં ગમખ્વાર અકસ્માતમાં: ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે કાર અથડાઈ, એક જ ગામના 5 યુવકનું કમમાટી ભર્યું મોત

હરિયાણામાં ગમખ્વાર અકસ્માતમાં: ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે કાર અથડાઈ, એક જ ગામના 5 યુવકનું કમમાટી ભર્યું મોત

હરિયાણામાં ગમખ્વાર અકસ્માતમાં

હરિયાણાના રેવાડી જિલ્લામાં એક મોટી દુર્ઘટા સર્જાઈ છે. ઘટનામાં 5 યુવકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    રેવાડી. હરિયાણાના રેવાડી જિલ્લામાં એક મોટી દુર્ઘટા સર્જાઈ છે. ઘટનામાં 5 યુવકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ યુવકો એક જ ગામના રહેવાસી હતા.

    મળતી જાણકારી મુજબ, લાધુવાસ ગામના રહેવાસી તમામ યુવક બ્રેઝા કારથી દિલ્હીથી જયપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન હરિયાણા રોડવેઝની બસ જયપુરથી દિલ્હીની તરફ આવી રહી હતી. આ દરમિયાન સલાહવાસ ગામની પાસે બ્રેઝા કારે નિયંત્રણ ગુમાવ્યુ અને ડિવાઈડર સાથે અથડાઈને બીજી બાજુ આવીને બસની સામે અથડાઈ હતી.

    આ પણ વાંચોઃ મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પર ભયાનક રોડ અકસ્માતમાં 5ના મોત, ધડાધડ એક પછી એક ગાડીઓના છોત્તરા ઉડ્યાં

    અકસ્માત એટલો ભયંકર હતો કે જોનારાના પણ હોશ ઉડી ગયા. મૃત્યુ પામેલા એક યુવકની ગરદન ધડથી અલગ થઈ ગઈ. કારમાં સવાર પાંચ યુવકોએ કારની અંદર જ દમ તોડી દીધો. મૃતક યુવકમાં મહેશ, સચિન, સોનુ, કપિલ અને નિતેશ તમામની ઉંમર 21થી 25 વર્ષની વચ્ચે હતી. તમામ રેવાડી જિલ્લાના ગામના લાધુવાસના રહેવાસી હતા.


    આ લોકો ઈજાગ્રસ્ત થયા


    બસમાં સવાર અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા. જેમને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં સવાર જિલ્લા અલવર રહેવાસી ગૌરવ કુમાર, બિલાસપુરના ગામ પથરેડી રહેવાસી સુમન, ઝજ્જરના રહેવાસી લક્ષ્મી, નાંગલ ચૌધરીનો રહેવાસી સરોજ, જિલ્લા સિકરના જુગલપુરા ગામનો રહેવાસી રાજેન્દ્ર પવાર, રેવાડીના ઝાબુઆનો રહેવાસી સોમદત્ત, દિલ્હી રહેવાસી રામચંદ્ર, દિલ્હી રહેવાસી મનીષ કુમાર, દિલ્હીના સુલ્તાન પુરી રહેવાસી હજારીલાલ, સીકરના રાજપુરા ગામના રહેવાસી રામેશ્વર અને દિલ્હી રહેવાસી માંગેલાલ સામેલ છે. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તેમજ પાંચ યુવકના મોતથી ગામમાં શોકનો માહોલ છે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन