વરરાજા કાર લઇને લગ્ન કરવા જતા હતા, રસ્તામાં કાર સળગી ઉઠી અને પછી...

કારમાં અચાનક ધુમાડો છવાયો હતો અને આગની જ્વાળા જોવા મળી હતી

Accident news- કારમાં આગની સૂચના મળતા જ લગ્નવાળા બંને પરિવારોમાં હડકંપ મચી ગયો, કાર પુરી રીતે સળગી ગઈ

 • Share this:
  જયપુર : જયપુર (Jaipur)જિલ્લામાં એક વરરાજા લગ્ન કરવા માટે કારમાં જઈ રહ્યા હતા અને આ દરમિયાન અચાનક કારમાં આગ (Car fire)લાગી હતી. જોત જોતામાં કાર સળગી ઉઠી હતી અને બળીને રાખ થઇ ગઈ હતી. જોકે સમય રહેતા વરરાજા અને તેની સાથે કારમાં સવાર અન્ય લોકો તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી ગયા હતા જેના કારણે તેમનો જીવ બચી ગયો છે નહીંતર મોટી દુર્ઘટના (Tragedy)બની હોત. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ (Short circuit)બતાવવામાં આવી રહ્યું છે. કારમાં આગની સૂચના મળતા જ લગ્નવાળા બંને પરિવારોમાં હડકંપ મચી ગયો હતો.

  જાણકારી પ્રમાણે આ દુર્ઘટના રાષ્ટ્રીય રાજમાર્ગ-12 પર આવેલા કૌથુન ગુંસી ગામ પાસે બની હતી. બગરુ નિવાસી શિવચરણ ગુર્જરના પુત્ર વિનોદ ગુર્જરના રવિવારે લગ્ન હતા. વરરાજા વિનોદ ગુર્જર પોતાના સંબંધીઓ સાથે કારમાં સવાર થઇને લગ્ન કરવા માટે બગરુથી સવાઇમાધોપુરના સુનરી ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં કૌથુન ગામ પાસે કારમાં અચાનક ધુમાડો છવાયો હતો અને આગની જ્વાળા જોવા મળી હતી.

  આ પણ વાંચો - BJP જિલ્લા યુવા મોરચાના નેતાની તિક્ષણ હથિયારના ઘા મારી ક્રુર હત્યા, કારમાંથી મળી લાશ

  પુરી રીતે સળગી ગઇ કાર

  આ જોઈને કારમાં સવાર વરરાજા અને અન્ય લોકો તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. થોડી જ વારમાં કાર પુરી રીતે સળગી ઉઠી હતી. સૂચના મળવા પર ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધી કાર પુરી રીતે સળગી ગઈ હતી.

  વરરાજાને બીજી કારમાંથી લગ્ન કરવા માટે લઇ ગયા

  વરરાજાની કારમાં આગ લાગવાની જાણ થતા બન્ને પક્ષોના પરિવારજનોમા હડકંપ મચી ગયો હતો. જાનમાં સામેલ અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વરરાજાને સહી સલામત જોઈને બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. આ પછી વરરાજાને બીજી કારમાં સાસરિયામાં લઇ જવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - રુવાંટા ઉભા કરી દે તેવો અકસ્માતનો Live Video, કારને 50 મીટર સુધી ઢસડીને લઇ ગયો ટ્રક ડ્રાઇવર

  બાડમેર અને ચુરુમાં જીવતા સળી ગયા 13 લોકો

  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં આ પહેલા બાડમેરમાં એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 12 યાત્રી જીવતા સળગી ગયા હતા. રવિવારે રાત્રે ચુરુ જિલ્લામાં એક જીપ ગેસના ટેન્કરથી ટકરાઇ હતી. જેમાં જીપ સવાર એક યુવક જીવતો સળગી ગયો હતો.
  Published by:Ashish Goyal
  First published: