Home /News /national-international /home Ministryએ ગુનાખોરીના આકંડા જાહેર કર્યા, Delhiમાં દરરોજ 70 બાઈક અને 20 કારની થાય છે ચોરી
home Ministryએ ગુનાખોરીના આકંડા જાહેર કર્યા, Delhiમાં દરરોજ 70 બાઈક અને 20 કારની થાય છે ચોરી
પ્રતિકાત્મક તસવીર
home Ministry Crime Rate: કોરોના (Corona)ને કારણે લોકડાઉન (Lockdown) કરવામાં આવ્યું હતું તે સમયે પણ વાહનની ચોરીનો આંકડામાં ઘટાડો થયો નહોતો. ત્યારે ગૃહમંત્રાલય (Home Ministry) તરફથી ગુનાખોરીના આકંડા જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ખિસ્સાકાતરૂના મામલે ત્રીજા નંબર પર છે.
નવી દિલ્હીઃ આજકાલ માત્ર ગણતરીની સેકન્ડમાં જ તમારો ફોન (Mobile Phone) ચોરી થઈ જાય છે. કાર અને બાઈક (Car-Bike) કમ્પ્યુટરાઈઝડ લોક અને તમામ પ્રકારના ડિવાઈસ હોવા છતાં, પણ તેની ચોરી થઈ જાય છે. ચોરી કરેલ કાર અને બાઈક પણ ફરી મળતા નથી. જ્યાં સુધીમાં દિલ્હી પોલીસ (Delhi Police) ચોરી કરેલ વાહન વિશે જાણકારી મેળવે, ત્યાં સુધીમાં વાહનના તમામ સાધન મેરઠ અને દિલ્હીના ભંગાર બજારમાં વેચાવાનું શરૂ થઈ જાય છે. જે સમયે કોરોના (Corona)ને કારણે લોકડાઉન (Lockdown) કરવામાં આવ્યું હતું તે સમયે પણ વાહનની ચોરીનો આંકડામાં ઘટાડો થયો નહોતો. ત્યારે ગૃહમંત્રાલય (Home Ministry) તરફથી ગુનાખોરીના આકંડા જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી ખિસ્સાકાતરૂના મામલે ત્રીજા નંબર પર છે.
લોકડાઉનમાં પણ બાઈકચોરીની ઘટનામાં વધારો થયો
માત્ર ભાગ્યે જ એવો દિવસ હશે, જ્યારે દિલ્હી પોલીસે કોઈ વાહન ચોર અથવા ઓટો લિફ્ટર ગેંગની ધરપકડ ન કરી હોય. તેમ છતાં દિલ્હીમાં કાર અને બાઈકની ચોરીમાં ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીમાં દરરોજ સરેરાશ 70 બાઈક અને 20 કારની ચોરી થાય છે. ગૃહમંત્રાલયના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કાર અને બાઈકની ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વર્ષ 2014માં દિલ્હીમાં 15,993 ટુ-વ્હીલર વાહનની ચોરી થઈ હતી. વર્ષ 2017માં 31,204, વર્ષ 2018માં 34,585 અને વર્ષ 2019માં 34,127 વાહનની ચોરી થઈ હતી.
વર્ષ 2020માં જે સમયે સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો હતો. દેશમાં અલગ અલગ જગ્યાઓ પર લોકડાઉન કરવામાં આવ્યું હતું. તે સમયે પણ વાહનની ચોરી થતી હતી. વર્ષ 2020માં દિલ્હીમાંથી 25,153 વાહન અને વર્ષ 2021માં 30 નવેમ્બર સુધીમાં 25,078 ટુ વ્હીલર વાહનની ચોરી થઇ હતી. દિલ્હી પોલીસે ચોરી કરેલ વાહનમાંથી દર વર્ષે સરેરાશ 12 ટકા ટુ વ્હીલર વાહન પરત મેળવ્યા છે.
ગૃહમંત્રાલયે રજૂ કરેલ કાર ચોરીના આંકડા ચોંકાવનારા નથી. છેલ્લા 4થી 5 વર્ષમાં કાર ચોરીની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ પોલીસ મોટા મોટા ઓટો લિફ્ટરને એન્કાઉન્ટરમાં પકડી પાડવાનો દાવો કરે છે. ત્યારબાદ વર્ષ 2014માં 6,395 કાર ચોરી થઈ હતી. વર્ષ 2015માં કાર ચોરીના આંકડમાં 1 હજારનો વધારો થતા ચોરીનો આંકડો 7,451 પર પહોંચી ગયો હતો. વર્ષ 2016 માં 8,381 કાર ચોરી થઈ હતી.
વર્ષ 2017માં આંકડાઓમાં ઘટાડો થતા 7,404 વાહનની ચોરી થઈ હતી. વર્ષ 2018માં 8,547 કારની અને વર્ષ 2019માં 9,029 કારની ચોરી થઈ હતી. કોરોના અને લોકડાઉનને કારણે કારની ચોરીમાં એક સામાન્ય ફેરફાર જોવા મળ્યો છે. વર્ષ 2020માં 7,166 અને 30 નવેમ્બર 2021 સુધીમાં 6,161 કારની ચોરી થઈ હતી. આ સમયગાળા દરમિયાન પોલીસે સરેરાશ 6થી 7 ટકા ચોરી થયેલ કાર પરત મેળવી છે.
વર્ષ 2020 અને 2021નો મોટાભાગનો સમય લોકડાઉનમાં પસાર થયો હતો. કોરોનાને કારણે લોકોએ મોટાભાગનો સમય ઘરમાં પસાર કર્યો છે. આ બે વર્ષમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. કોરોનાને કારણે થયેલ લોકડાઉન પહેલા વર્ષ 2014માં 3,082, વર્ષ 2015માં 5,261, વર્ષ 2016માં 5,121, વર્ષ 2017માં 4,266, વર્ષ 2018માં 3,538 અને વર્ષ 2019માં 3,368 મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.
વર્ષ માર્ચ 2020થી લોકડાઉન કરવામાં આવ્યું હતું. તે સમયે મોબાઈલ ચોરીના આંકડામાં વધારો થયો છે. વર્ષ 2020માં 5,622 અને 30 નવેમ્બર 2021 સુધીમાં 6,111 મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર