ભયાનક અકસ્માતઃ અંતિમ સંસ્કારમાંથી પરત ફરતા લોકોને નડ્યો અકસ્માત, એ જ પરિવારની પાંચ મહિલાના મોત

અકસ્માતગ્રસ્ત ઇકો કારની પ્રતિકાત્મક તસવીર

આ ભીષણ અકસ્માત ગરિયાબંદના માલધાવ પાસે થયો હતો. જ્યાં એક જ પરિવારના આશરે 12 લોકો ઈકો કારમાં બેશીને રાયપુર કોઈ સંબંધીના અંતિમ સંસ્કારમાં જઈને પરત આવતા હતા.

 • Share this:
  ગરિયાબંદઃ છત્તીસગઢમાં (Chhattisgarh) ગરિયાબંદ જિલ્લામાં એક દર્દનાક ઘટના (Road accident) સામે આવી છે. ઈકો કાર અનિયંત્રિત થઈને રોડની બાજુમાં ઊભેલા ઝાડ સાથે ધડાકાભેર (car hit tree) ટકરાઈ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની પાંચ મહિલાઓના મોત (5 women death) થયા હતા. 6 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને જેમ તેમ કરીને લાશોને બહાર કાઢી હતી. અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ (Hospital) મોકલ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે આ ભીષણ અકસ્માત ગરિયાબંદના માલધાવ પાસે થયો હતો. જ્યાં એક જ પરિવારના આશરે 12 લોકો ઈકો કારમાં બેશીને રાયપુર કોઈ સંબંધીના અંતિમ સંસ્કારમાં જઈને પરત આવતા હતા.

  આ સમયે ઇકોકારના ડ્રાઈવરનું સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની બાજુના ઝાડ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ ગરિયાબંદ એડિશનલ એસપી સુખનંદન રાઠોર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે...

  આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

  આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

  તેમણે જણાવ્યું કે વાન શનિવારે રાત્રે કોપરા મોડ પાસે અકસ્માત ગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા મૃતકોની ઓળખ 40 વર્ષી જમૌતી, 65 વર્ષીય દુખિયા, 65 વર્ષીય, દુકાલા 65 વર્ષી કેન બાઈ અને 55 વર્ષી પરવલ બાઈ નિષાદના રૂપમાં થઈ હતી.  પોલીસનું કહેવું છે કે ડ્રાઈવરને ઝપકી આવવાના કારણે ઇકો કાર ઝાડ સાથે ટકાઈ હતી. ઘયાલોને કાઢવા માટે ભારે જહેમત કરવી પડી હતી. ગાડીનો ડ્રાઈવર ખરાબ રીતે વાનમાં ફસાયો હતો. કારમાં એક 13 વર્ષનો બાળક પણ હતો જેને સામાન્ય ઇજા પહોચી છે.
  Published by:ankit patel
  First published: