શ્રીનગર-લેહ માર્ગથી ઠીક ઉપર મહત્વપૂર્ણ 5140 પોઇન્ટને પાકિસ્તાનનાં ચંગુલથી છોડાવ્યું. ખુબજ દુર્ગમ ક્ષેત્ર હોવાથી કેપ્ટન બત્રાએ 20 જૂન 1999ની સવારે સાડા ત્રણ વાગ્યે આ ચોટી કબ્જે કરી. કેપ્ટન બત્રાને જ્યારે રેડિયો પર કહ્યું- 'યે દિલ માંગે મોર' તો આખા દેશમાં તેનું નામ છવાઇ ગયું.
ભારત માતાનાં વીર સપૂત શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની (Vikram Batra Birth Anniversary) આજે જન્મ જંયતી છે. 9 સેપ્ટેમબર 1974માં પાલમપુરમાં જી. એલ. બત્રા અને કમલકાંત બત્રાનાં ઘરમાં વિક્રમ બત્રાનો જન્મ થયો હતો. વિક્રમની સ્કૂલનું ભણતર પાલમપુરમાં થયો હતો. સેના છાવણીનો વિસ્તાર હોવાને કારણે વિક્રમ બાલપણથી જ સેનાનાં સૈનિકોને જોતો અને તેને પણ સેનાનાં યુનિફોર્મથી ખુબજ પ્રેમ થઇ ગયો. તે પોતાને પણ સેનાનાં યુનિફોર્મમાં જોવા માંગતો હતો. સ્કૂલનું ભણતર પૂર્ણ કર્યા બાદ વિક્રમ વધુનાં ભણતર માટે ચંદીગઢ ચાલ્યો ગયો. કોલેજમાં તે NCC એર વિંગમાં શામેલ થઇ ગયો. કોલેજ દરમિયાન તેણે મર્ચન્ટ નેવી માટે પસંદ કરવામાં આવ્યો હતો. પણ તેને અંગ્રેજીમાં એમએ કરવા માટે એડમિશનલ લીધુ હતું જે બાદ વિક્રમ સેનામાં શામેલ થઇ ગયો. 1999માં કારગિલ યુદ્ધ શરૂ થઇ ગયું. આ સમયે વિક્રમ સેનાની 13 જમ્મૂ-કશ્મીર રાઇફલ્સમાં હતો. વિક્રમ બત્રાએ નેતૃત્વમાં ટુકડીને હમ્પ અને રાકી નાબ સ્થાનો પર જીત અપાવી અને આ માટે જ તેમને કેપ્ટનનું પદ આપવામાં આવ્યું.
આ પણ વાંચો-ઉર્ફી જાવેદે કરાવી લિપ સર્જરી? ચર્ચામાં છે Bigg Boss OTTની આ સ્પર્ધક શ્રીનગર-લેહ માર્ગથી ઠીક ઉપર મહત્વપૂર્ણ 5140 પોઇન્ટને પાકિસ્તાનનાં ચંગુલથી છોડાવ્યું. ખુબજ દુર્ગમ ક્ષેત્ર હોવાથી કેપ્ટન બત્રાએ 20 જૂન 1999ની સવારે સાડા ત્રણ વાગ્યે આ ચોટી કબ્જે કરી. કેપ્ટન બત્રાને જ્યારે રેડિયો પર કહ્યું- 'યે દિલ માંગે મોર' તો આખા દેશમાં તેનું નામ છવાઇ ગયું.
વિક્રમ બત્રાનું કોડનેમ 'શેરશાહ' રાખવામાં આવ્યું હતું. જેનાં પરથી ફિલ્મ બનાવવામાં આવી. જે બાદ 4875 પોઇન્ટ પર કબ્જે કરવાંનું મિશન શરૂ થયું. આ આમને સામનેની લડાઇમાં પાંચ દુશ્મન સૌનિકોને ઠાર માર્યા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેણે દુશ્મન તરફથી ગ્રેનેડ ફેંક્યું હતું. આ ઓપરેશનમાં વિક્રમ શહીદ થઇ ગયો હતો. પણ ભારતીય સેનાને મુશ્કેલ હાલાતમાં જીત અપાવી હતી.
રાષ્ટ્રપતિ આર નારાયણ શહીદ વિક્રમ બત્રાનાં પિતાને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેપ્ટન બત્રાને મરણોપરાંત ભારત સરકારે પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં. તેમની યાદમાં પોઇન્ટ 4875ને બત્રા ટોપ નામ આપવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર