Home /News /national-international /Captain on Congress President: અમરિંદર સિંઘનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ - અધ્યક્ષ ભલે ગેહલોત બને પણ બધા જાણે છે પાર્ટી કોણ ચલાવશે

Captain on Congress President: અમરિંદર સિંઘનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ - અધ્યક્ષ ભલે ગેહલોત બને પણ બધા જાણે છે પાર્ટી કોણ ચલાવશે

ડાબેથી કેપ્ટન અમરિંદર સિંઘ, અમિત શાહ અને જે.પી. નડ્ડા - ફાઇલ તસવીર

Captain on Congress President: સીએનએન-ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યૂમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને હવે ભાજપના નેતા કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યુ છે કે, ભલે અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બને, પરંતુ બધા જાણે જ છે કે પાર્ટી કોણ ચલાવશે.

  નવી દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને હવે ભાજપના નેતા કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું હતુ કે, અશોક ગેહલોત કોંગ્રેસના અધ્યક્ષ બને તો પણ બધા જાણે છે કે પાર્ટી કોણ ચલાવશે? સીએનએન-ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ કે રાહુલ ગાંધીને ‘ભારત જોડો યાત્રા’થી કોઈ મદદ મળશે નહીં. કેપ્ટને આ યાત્રાની આવશ્યકતા પર સવાલો ઉઠાવ્યા છે.

  કેપ્ટન અમરિંદર સિંઘે કહ્યુ હતુ કે, ‘ભારત-જોડો યાત્રાની જરૂર કેમ છે? ભારત પહેલેથી જ મજબૂત રીતે એક થઈ ગયું છે અને મજબૂત રીતે આગળ વધી રહ્યુ છે. પરંતુ કોંગ્રેસને એક કરવાની જરૂર પડી શકે છે અને આ યાત્રાને સાચું નામ આપ્યું હોત તો કદાચ થોડી મદદ મળી શકી હોત. અમરિંદર સિંઘ સોમવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંઘ તોમર, કિરેન રિજ્જુ, બીજેપી નેતા સુનીલ જાખડ અને પંજાબના વડા અશ્વિની શર્માની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. સિંઘે તેમની નવી રચાયેલી પંજાબ લોક કોંગ્રેસ (PLC)ને પણ ભગવા પાર્ટીમાં જોડી દીધી હતી.

  આ પણ વાંચોઃ સોનિયા-રાહુલ અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડેઃ સૂત્રો

  શું મારે કોંગ્રેસના પ્રમાણપત્રની જરૂર છે?


  'પંજાબ અને ખેડૂતોનું હિત વેચી નાંખ્યુ' કોંગ્રેસની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યુ હતુ કે, 'શું મારે તેમની પાસેથી પ્રમાણપત્ર લેવાની જરૂર છે? સામાન્ય રીતે પંજાબના લોકો અને ખાસ કરીને ખેડૂતો મારા વિશે જાણે જ છે. ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરનારા અને ખેડૂતોના વિરોધને ટેકો આપનારાઓમાં હું પ્રથમ હતો. મારા પર ગમે તેવો આરોપ લગાવી શકાય, પરંતુ પંજાબ અને પંજાબીઓના હિત સાથે સમાધાન કરવા માટે નહીં.’

  ચૂંટણી થવાની છે, કોંગ્રેસમાં ક્યારેય ચૂંટણી થઈ છે?


  જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અધ્યક્ષ પદ માટે કોંગ્રેસની ચૂંટણી વિશે તેઓ શું માને છે? કેપ્ટને કહ્યુ હતુ કે, હવે મને કોંગ્રેસ પાર્ટી છોડ્યાને લગભગ એક વર્ષ થઈ ગયુ છે અને મને તે વિષય પર ટીપ્પણી કરવાનું પસંદ નથી. જ્યારે તેમને ફરીથી પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ હતુ કે, ‘શું તમે માનો છો કે તેમાં કોઈ ચૂંટણી થવાની છે? શું ક્યારેય ચૂંટણી થઈ છે? આખા દેશમાંથી ઠરાવો શરૂ થઈ ગયા છે કે આવવા લાગ્યા છે કે અધ્યક્ષ આવો હોવો જોઈએ.’ તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તમે એમ કહેવા માગો છો કે આ બધું 10 જનપથથી સંકલિત અને સંગઠિત છે? તેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, 'તમે યોગ્ય નક્કી કરી શકો તેટલાં તો બુદ્ધિશાળી છો જ, આવું પહેલીવાર નથી થઈ રહ્યું.’

  આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે શશિ થરૂર: સૂત્રો

  અશોક ગેહલોત કોના માટે સારો વિકલ્પ છે?


  કેપ્ટન સિંઘને પૂછવામાં આવ્યુ હતુ કે, લોકોના મનમાં એક સવાલ છે કે જો અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ બનશે તો તેઓ પાર્ટી નિયંત્રિત કરશે. તેના જવાબમાં સિંઘે કહ્યું કે, 'જવાબ તમારા સવાલમાં જ છે. જ્યારે અધ્યક્ષના વાસ્તવિક અધિકારો પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, ત્યારે તે સ્પષ્ટ છે કે શો કોણ ચલાવશે.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, 'તો શું રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા જોઈએ?' તેના પર કેપ્ટને કહ્યું કે, ‘રાહુલે પોતે જ આનો શ્રેષ્ઠ જવાબ આપ્યો છે, તમે મને કેમ પૂછી રહ્યા છો?’ છેલ્લે અમરિન્દર સિંઘને પૂછવામાં આવ્યું કે, શું ગેહલોત સારો વિકલ્પ છે, તો તેમણે પૂછ્યું, 'કોના માટે સારું છે? કોંગ્રેસ અથવા…. જે તેમને પ્રમુખ બનાવવા માંગે છે.’
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Ashok Gehlot, Captain amrinder singh, Congress president

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन