ઓડિશાઃ ઢેનકેનાલમાં એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, મહિલા ટ્રેઇની પાયલટ સહિત બેનાં મોત

કેપ્ટન સંજીવ કુમાર ઝા અને મહિલા ટ્રેઇની પાયલટ અનીસ ફાતિમાનું એરક્રાફ્ટ ક્રેશમાં થયું મોત

કેપ્ટન સંજીવ કુમાર ઝા અને મહિલા ટ્રેઇની પાયલટ અનીસ ફાતિમાનું એરક્રાફ્ટ ક્રેશમાં થયું મોત

 • Share this:
  ઢેનકેનાલઃ ઓડિશા (Odisha)ના ઢેનકેનાલ (Dhenkanal) સ્થિત બિરાસલ એરસ્ટ્રીપ પર સોમવાર સવારે એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું. ન્યૂઝ એજન્સી ANI મુજબ, આ દુર્ઘટનામાં કેપ્ટન સંજીવ કુમાર ઝા અને ટ્રેઇની પાયલટ અનીસ ફાતિમાનું મોત થયું છે. કેપ્ટન સંજીવ કુમાર ઝા બિહારના રહેવાસી હતા. ફાતિમા તમિલનાડુથી હતી. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.

  odishabytes.com મુજબ, સરકારી ઉડ્ડયન પ્રશિક્ષણ સંસ્થા (GATI)માં બિરાસલ એરસ્રી lપ પર ટેક-ઓફ કર્યાની થોડીક ક્ષણો બાદ એરક્રાફ્ટનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તેથી થોડીવાર બાદ તે ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બંને પાયલટોને કામખ્યાનગર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.


  આ પણ વાંચો, દેશમાં કોરોનાના કેસ અઢી લાખને પાર, 24 કલાકમાં 9983 નવા કેસ, 206 દર્દીનાં મોત

  મળતી માહિતી મુજબ, લૉકડાઉનમાં મળેલી છૂટ હેઠળ આ એરસ્ટ્રીપ 1 જૂનથી જ ટ્રેનિંગ માટે ફરી ખોલવામાં આવી હતી.

  આ દુર્ઘટના પાછળ એરક્રાફ્ટમાં ટેકનીકલ ખામી હોવાનું કહેવાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જોકે, હજુ GATI ઓથોરિટીનું ઓફિશિયલ નિવેદન જાહેર નથી થયું.

  આ પણ વાંચો, ચીનની ધમકીઃ ભારત અમારું કંઈ બગાડી નહીં શકે, 7 હજાર કરોડ રૂપિયાનો છે વેપાર
  Published by:Mrunal Bhojak
  First published: