Home /News /national-international /

આપણા સૈનિક શહિદ થઈ રહ્યાં છે અને સિદ્ધૂ તેમને ગળે મળી રહ્યાં છે: અમરિન્દર સિંહ

આપણા સૈનિક શહિદ થઈ રહ્યાં છે અને સિદ્ધૂ તેમને ગળે મળી રહ્યાં છે: અમરિન્દર સિંહ

પાક. આર્મી ચીફ બાજવાને ગળે લગાવતા સિદ્ધૂ

    પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે તેમની જ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ દ્વારા પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ગળે લગાવવાનો વિરોધ કર્યો છે. પૂર્વ ક્રિકેટર સિદ્ધૂએ પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ સમારંભમાં પાક આર્મી ચીફને ગળે લગાવ્યો હતો.

    અમરિન્દરસિંહે કહ્યું, જ્યાં સુધી પાકિસ્તાન આર્મી ચીફને ગળે લગાવવાની વાત છે, હું તેનો વિરોધ કરૂ છું. રોજ આપણા જવાન શહિદ થઈ રહ્યાં છે એવા સમયે તેઓ પાક આર્મી ચીફને ગળે લગાવે છે તે ખોટી વાત છે.

    મારી રેજિમેન્ટે પણ ગુમાવ્યા છે જવાન

    પંજાબના મુખ્યમંત્રીએ બોર્ડર પર થઈ રહેલા શહાદતોનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'તેમને મારનારાઓ જે ટ્રિગર દબાવે છે અને જે આનો આદેશ આપે છે તે પણ જવાબદાર છે. અને તેમને આદેશ આપે છે પાક આર્મી ચીફ, જે જનરલ બાજવા છે.' આ સાથે કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, 'કેટલાક દિવસ પહેલા જ મારી પોતાની રેજિમેન્ટે એક મેજર અને બે જવાન ગુમાવ્યા છે અને પ્રતિદિવસ કોઈને કોઈ જવાન શહિદ થઈ રહ્યો છે.'



    સિદ્ધૂની પાક યાત્રાથી લઈને પોતાને અલગ કરતાં કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, આ તેમની વ્યક્તિગત યાત્રા હતી આનાથી તેમનો કોઈ જ સંબંધ નથી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Captain amrinder singh, Navjot Singh Sidhu, Visit to pakistan

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन