કેપ્ટન અમરિન્દરની ‘ઓફર’ BJP માટે પંજાબમાં સાબિત થઈ શકે છે ગેમચેન્જર, જાણો કઈ રીતે

મુખ્યમંત્રીનું પદ છોડ્યા બાદ કેપ્ટન અમરિન્દર સિંહ ત્રણ વખત દિલ્લીની મુલાકાત લઈ ચૂક્યા છે. (File photo- ANI)

અકાલી દળ (Akali Dal) સાથે સંબંધ તૂટ્યા બાદ પંજાબમાં બીજેપી (BJP)ને એક મજબૂત સાથીની જરૂર છે.

  • Share this:
    SWATI BHAN

    ચંડીગઢ. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહેં (Captain Amarinder Singh) કોંગ્રેસ સાથે કડવો અધ્યાય સમાપ્ત કરી નાખ્યો છે અને તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં નવી પાર્ટી બનાવીને ઉતરવાની તૈયારીમાં છે. નવી પાર્ટીની જાહેરાત સાથે કેપ્ટને બીજેપી (BJP) સાથે સંભવિત ગઠબંધન (Possible Alliance) તરફ પણ ઈશારો કર્યો છે. બીજેપી પણ કેપ્ટનના માધ્યમથી રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, કેપ્ટને કિસાન આંદોલનના સમાધાન જેવી શરત પણ મૂકી છે.

    પંજાબ બીજેપીના મહાસચિવ સુભાષ શર્માનું કહેવું છે, ‘કેપ્ટને બીજેપી સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધનની ઈચ્છા જાહેર કરી છે જે સ્વાગતને યોગ્ય પગલું છે. પંજાબના લોકોની ભલાઈ માટે કોઇપણ ગઠબંધન અમને સ્વીકાર્ય છે.’

    એક્ચ્યુલી રાજ્યમાં બીજેપી અને અકાલી દળ વચ્ચે નવા કૃષિ કાયદાઓને લઈને સંબંધ તૂટી ગયા. હવે બીજેપી લીડરશિપને આશા છે કે કેપ્ટન તેમને એક એવો ચહેરો આપી શકે છે જે કોંગ્રેસ, આપ, અકાલી દળ-બીએસપીનો વિકલ્પ બની શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી અને અકાલી દળે સાથે મળીને 117માંથી 18 સીટ જીતી હતી. બીજેપીએ દાવો કર્યો હતો કે અકાલી દળની સરકાર વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બ્સીના કારણે આવું થયું. બીજેપીને એ ચૂંટણીમાં ત્રણ સીટો મળી હતી.

    કેપ્ટનની લોકપ્રિયતા યથાવત

    શર્માએ કહ્યું કે પંજાબ કોંગ્રેસમાં ઉથલપાથલ હોવા છતાં અમરિન્દરની લોકપ્રિયતા યથાવત છે. તેઓ કહે છે- સૌથી મોટી વાત એ છે કે રાષ્ટ્રહિતના મુદ્દા પર તેઓ સ્ટેન્ડ લે છે. બીજેપીની વિચારધારા પણ કંઈક આવી જ છે. પંજાબમાં કેપ્ટન સાહેબનું કદ બહુ મોટું છે. દરેક સમુદાય તેમનો આદર કરે છે. જો તેમની સાથે ગઠબંધન થાય તો અમે રાજ્યમાં મજબૂત શક્તિ બનીને ઉભરશું.

    કોંગ્રેસમાં હજુ ચાલતો રહેશે વિવાદ

    શર્માનું કહેવું છે કે, રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિધ્ધુ વચ્ચે વિવાદ હવે ચાલતો રહશે. આગામી મહિનાઓમાં બંને વચ્ચેનો વિવાદ સાર્વજનિક રૂપે સામે આવી જશે. તો અન્ય વિકલ્પ AAPની પાસે પણ એક લોકપ્રિય ચહેરાની કમી છે. એટલા માટે આ ગઠબંધન (કેપ્ટન-બીજેપી)થી રાજ્યના લોકોને ફાયદો મળશે.

    શર્માનું માનવું છે કે, કેટલાંક વિસ્તારોમાં પાર્ટીને એક સેક્શનથી વિરોધનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કેટલાંય એવા વિસ્તાર છે જે બીજેપીના મજબૂત કિલ્લા છે. તેઓ કહે છે- ‘ગઠબંધન પર વાતચીત તો કેન્દ્રીય લીડરશિપ કરશે પણ ગ્રાઉન્ડ પર બીજેપીના કાર્યકર્તા એ પાર્ટીઓ સાથે મળીને કામ કરશે જે પંજાબનું ભલું ઈચ્છે છે.

    કિસાનોના મુદ્દાને ઉકેલવાની કેપ્ટનની શરત પર શર્મા કહે છે- ‘કેન્દ્ર સરકાર પહેલા પણ કિસાનો સાથે વાતચીત કરી ચૂકી છે. જો એ જ દિશામાં પ્રયત્ન કરવામાં આવે તો કિસાનોના ફાયદા માટે કંઈક સમાધાનની આશા રાખી શકાય છે.’
    Published by:Nirali Dave
    First published: