પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર બ્રેક! સિદ્ધુની તાજપોશીમાં સામેલ થશે CM અમરિંદર સિંહ

પંજાબ કોંગ્રેસમાં વિવાદ પર બ્રેક! સિદ્ધુની તાજપોશીમાં સામેલ થશે CM અમરિંદર સિંહ

punjab- સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી 23 જુલાઇએ પદભાર સંભાળવાના છે

 • Share this:
  નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)અને કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh)વચ્ચે ચાલી રહેલો વિવાદ સમાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી 23 જુલાઇએ પદભાર સંભાળવાના છે. સૂત્રોનું કહેવું છે કે સિદ્ધુની તાજપોશીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સામેલ થશે.

  પાર્ટીના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ કહ્યું કે આ ઘટનાક્રમ પાર્ટી હાઇકમાન્ડના હસ્તક્ષેપ પછી થયો છે. સૂત્રોએ ખુલાસો કર્યો કે પંજાબના પ્રભારી હરીશ રાવત સીએમ સાથે કોંગ્રેસ ભવન જશે. જ્યાં સમારોહ થવાનો છે. સિદ્ધુને પાર્ટીની આગેવાની સોંપ્યા પહેલા એક પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં સીએમ અમરિંદર સિંહ બધા ધારાસભ્યો સાથે સામેલ થશે.

  આ પણ વાંચો - મંત્રીએ લીધા શપથ, જ્યા સુધી કોરોના ખતમ નહીં થાય ત્યાં સુધી અન્ન ગ્રહણ કરીશ નહીં

  આ દરમિયાન સીએમ અમરિંદર સિંહે બધા કોંગ્રેસ ધારાસભ્યો, સાંસદો અને રાજ્યના વરિષ્ઠ પદાધિકારીઓને શુક્રવારે 10 કલાકે ચા પર બોલાવ્યા છે. તે પછી ત્યાંથી રાજ્યના નવા કોંગ્રેસ ચીફના પદ ગ્રહણ કાર્યક્રમમાં જશે. પંજાબ સીએમના મીડિયા એડવાઇઝરે તેની જાણકારી આપી છે.

  સિદ્ધુ વર્તમાન પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડનું સ્થાન લેશે. સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે છેલ્લા ઘણા સમયથી મતભેદ ચાલી રહ્યો છે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રીના મીડિયા સલાહકારે કહ્યું હતું કે સિદ્ધુને મુખ્યમંત્રી કેપ્ટન ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તે સાર્વનજિક રૂપથી પોતાના અપમાનજનક ટ્વિટ માટે માફી નહીં માંગે.
  Published by:Ashish Goyal
  First published: