નવી દિલ્હી : પંજાબ કોંગ્રેસમાં (Punjab Congress)ચાલી રહેલા રાજનીતિક સંગ્રામ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે (Amrinder Singh)બુધવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)સાથે મુલાકાત કરી છે. અમરિંદર સિંહ અને અમિત શાહની આ બેઠક લગભગ 45 મિનિટ સુધી ચાલી હતી. બેઠક પછી કેપ્ટન અમરિંદર સિંહે ટ્વિટ કરીને કહ્યું કે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. કૃષિ કાનૂનો (New Farm Laws) સામે લાંબા સમયથી ચાલી રહેલા પ્રદર્શન પર વાતચીત કરી અને તેમને કાનૂનોને નિરસ્ત કરીને એમએસપીની ગેરન્ટી આપીને આ સંકટને ખતમ કરવાનો આગ્રહ કર્યો. સાથે ફસલ વિવિધિકરણમાં પંજાબના સમર્થનને પણ વ્યક્ત કર્યો.
કેપ્ટન અમરિંદર મંગળવારે દિલ્હી (Amrinder Singh Delhi Visist) પહોંચ્યા હતા. મંગળવારે દિલ્હીમાં મીડિયા સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે તેમનો કોઇ રાજનીતિક કાર્યક્રમ નથી.
આ મહિને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે ચાલેલા લાંબા વિવાદ પછી અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, આ પછી કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવ્યા હતા. સીએમ છોડ્યા પછી હવે બની શકે કે અમરિંદર સિંહ કોંગ્રેસ પણ છોડી દે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે સિદ્ધુના રાજીનામાં પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે મેં તમને કહ્યું હતું...તે સ્થિર વ્યક્તિ નથી અને સરહદી રાજ્ય પંજાબ માટે તે યોગ્ય નથી.
મંગળવારે કેપ્ટન અમરિંદર સિંહના મીડિયા એડવાઇઝર રવીન ઠુકરાલે ટ્વીટ કરતાં કહ્યું કે, કેપ્ટન અમરિંદર સિંહના દિલ્હી પ્રવાસને (Amrinder Singh Delhi Visist) લઈ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ વ્યક્તિગત પ્રવાસ પર દિલ્હી જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના દોસ્તોને મળશે અને નવા મુખ્યમંત્રી માટે કપૂરથલા હાઉસ પણ ખાલી કરશે. વધુ અટકળો લગાવવાની જરૂર નથી.
પાર્ટીનો કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોણ લઇ રહ્યું છે નિર્ણય- કપિલ સિબ્બલ
બુધવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે (Congress leader Kapil sibal)પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાના નારાજગી વ્યક્ત કરતા કપિલ સિબ્બલે (Kapil sibal)કહ્યું કે દુર્ભાગ્યથી કોંગ્રેસ પાસે કોઇ અધ્યક્ષ નથી, ખબર નથી કોંગ્રેસમાં કોણ નિર્ણય કરી રહ્યું છે. લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેના પર વિચાર કરવાની જરૂર છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માંગ કરી છે. કપિલ સિબ્બલે કહ્યું કે હું તમને (મીડિયા) તે કોંગ્રેસીઓ તરફથી બોલી રહ્યો છું જેમણે ગત ઓગસ્ટમાં પત્ર લખ્યો હતો. પત્ર લખ્યા પછી પણ સીડબલ્યુસી અને કેન્દ્રીય અધ્યક્ષના પદની ચૂંટણીના સંબંધમાં કરનારી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ.
કપિલ સિબ્બલે કહ્યું કે રાહ જોવાની પણ એક હદ હોય છે. અમે ક્યાં સુધી રાહ જોઈશું. અમે ફક્ત એક મજબૂત સંગઠનાત્મક સ્ટ્રક્ચર ઇચ્છીએ છીએ. કેટલીક વાત થવી જોઈએ. CWCમાં કોઇપણ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પંજાબની સ્થિતિ પર ચર્ચા થવી જોઈએ. અમે કોઇની સામે નથી, અમે પાર્ટીની સાથે છીએ. જોકે ફેક્ટ એ છે કે અમારી પાર્ટીનો કોઇ ચૂંટાયેલો અધ્યક્ષ નથી. પ્રદેશ કોંગ્રેસ કમિટીને દિલ્હીથી કંટ્રોલ કરવું જોઈએ નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર