ઈમરાનને કેપ્ટન અમરિંદર સિહનો જવાબ - મસૂદને ના પકડી શકતા હોય તો અમને બતાવો

હુમલા બાદ પુરા દેશમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ પુરા દેશમાંથી પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લેવાની માંગ થઈ રહી છે

હુમલા બાદ પુરા દેશમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ પુરા દેશમાંથી પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લેવાની માંગ થઈ રહી છે

 • Share this:
  પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિહે મસૂદ અઝહરને લઈ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ દ્વારા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનને મસૂદ અઝહર વિશે જાણકારી આપી અને કહ્યું કે, જેશ પ્રમુખ બહાવલપુરમાં બેઠો છે અને આઈએસઆઈની મદદથી કામ કરી રહ્યો છે.

  પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાની પ્રધાનમંત્રીને કહ્યું કે, જાઓ અને મસૂદ અઝહરને પકડો. જો તમે તેને ના પકડી શકતા હોવ તો અમને બતાવો, અમે તેને પકડીશું. પરંતુ અમને લેક્ચર ના આપો.

  તમને જણાવી દઈએ કે, હુમલા બાદ પુરા દેશમાં ગમ અને ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ પુરા દેશમાંથી પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લેવાની માંગ થઈ રહી છે.  પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે આગળ કહ્યું કે, ઈમરાન ખાન, તમારી પાસે જેશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર છે જે બહાવલપુરમાં બેઠો છે. આઈએસઆઈની મદદથી તે આતંકી હુમલાને અંજામ આપી રહ્યો છે. જાઓ તેને ત્યાંથી ઉઠાઓ. અને ભારતના હવાલે કરો. જો આટલું નથી કરી શકતા તો અમને બતાવો? કેપ્ટન અમરિંદરે કહ્યું કે, મુંબઈના 26/11ના હુમલાના સબૂત આપ્યા હતા, તેનું શું થયું? પાકિસ્તાન પીએમ અમને એ પણ જણાવે.
  Published by:kiran mehta
  First published: