નાગપુરઃ કેરળના કોઝિકોડ એરપોર્ટ (Kozhikode Airport) પર દુબઈથી આવી રહેલું એર ઈન્ડિયાનું પ્લેન શુક્રવાર સાંજે દુર્ઘટનાનું શિકાર થઈ ગયું. આ દુર્ઘટનામાં બંને પાયલટો સહિત 17 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે 100થી વધુ પેસેન્જર ઘાયલ ગયા છે. પ્લેનમાં 190 પેસેન્જર સવાર હતા. આ દુર્ઘટના બાદ કેપ્ટન દીપક વસંત સાઠે (Capt Deepak Vasant Sathe)ના વખાણ થઈ રહ્યા છે કે તેઓએ પ્લેનમાં આગ લાગવા ન દીધી. 150થી વધુ લોકોનો જીવ બચાવનારા કેપ્ટન દીપકનું મોત થઈ ગયું. આ દરમિયાન તેમના પરિવારના સભ્યોથી જાણવા મળ્યું છે કે તેમની માતાનો જન્મદિવસ આવવાનો હતો અને તેઓ આ પ્રસંગે તેમને મળીને સરપ્રાઇઝ આપવા માંગતા હતા.
કેપ્ટન દીપક માતાને તેમના જન્મદિવસે મળવાના હતા
શનિવારે તેમની માતાનો 84મો જન્મદિવસ હતો. પરંતુ શુક્રવારે પ્લેન દુર્ઘટનામાં કેપ્ટન દીપકનું મોત થઈ ગયું. તેમના ભત્રીજા ડૉક્ટર યશોધન સાઠે મુજબ કેપ્ટન દીપકે પોતાના કેટલાક સગા-વહાલાઓને કહ્યું હતું કે જો ફ્લાઇટ ઉપલબ્ધ હશે તો તેઓ માતાને જન્મદિવસ પર નાગપુર પહોંચીને તેમને સરપ્રાઇઝ આપશે. તેઓએ કહ્યું કે, આજે કેપ્ટન સાઠેની માતાનો જન્મદિવસ છે. તેઓએ છેલ્લીવાર માર્ચમાં પોતાના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી, પરંતુ ફોનના માધ્યમથી તેમના સતત સંપર્કમાં રહેતા હતા. તેઓએ બે દિવસ પહેલા જ ફોન પર વાત કરી હતી.
કેપ્ટન સાઠે પત્નીની સાથે મુંબઈમાં રહેતા હતા. તેમની માતા નીલા સાઠે પોતાના પતિ અને સેનાના નિવૃત્ત કર્નલ વસંત સાઠેની સાથે નાગપુરની ભારત કોલોનીમાં રહે છે. કોરોના વાયરસની મહામારીને કારણે કેપ્ટન સાઠેએ માતાને કહ્યું હતું કે તેઓ ઘરથી બહાર નથી જતા. નીલા સાઠેએ કહ્યું કે, તેઓ કહેતા હતા કે કોરોના વાયરસના કારણે ઘરથી બહાર નથી જતા. તેઓ કહેતા હતા કે જો મને કંઈ થયું તો તેમને સૌથી વધુ દુઃખ થશે અને અચાનકથી આ દુર્ઘટના ઘટી...ભગવાનની ઈચ્છાની અગળ આપણે શું કરી શકવાના.
નીલા સાઠેએ વધુમાં કહ્યું કે, કેપ્ટન દીપક સાઠેને ટેબલ ટેનિસ અને સ્કવૉશમાં મહારત હાસિલ હતી અને તેઓ સારા ઘોડેસવાર હતા. મારા દીકરાને સ્વાર્ડ ઓફ ઓનર મળી હતી, પરંતુ તેમની ઉપલબ્ધિઓની ચર્ચા નથી કરવામાં આવતી. તેઓ લોકોની મદદ કરતા હતા અને બીજાની મદદ માટે કંઈ પણ કરી શકતા હતા. ગુજરાતમાં આવેલા પૂર દરમિયાન તેઓએ ખભા પર બેસાડીને સૈનિકોના બાળકોને બચાવ્યા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર