દેશમાં રહેવા લાયક સૌથી શ્રેષ્ટ શહેર બેંગ્લોર, ટોપ-5માં દિલ્લીને ન મળ્યું સ્થાન: સર્વે

 • Share this:
  નવી દિલ્હી: ભારતની રાજધાની(Capital)ઓ તે રાજ્યનો વિકાસ જણાવવા માટે નિશાની સમાન છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE)દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં જણાવાયું છે કે, કોઈપણ રાજ્યની રાજધાનીઓ ભારતમાં વસવાટ માટેના સૌથી વધુ યોગ્ય શહેરોમાં શામેલ છે. જો કે, આ અહેવાલમાં, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ઘણા રાજ્યોની રાજધાની પાછળ દેખાય છે. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2020 મુજબ, દિલ્હી આ યાદીમાં બેંગલોર, ચેન્નાઈ, સિમલા, ભુવનેશ્વર અને મુંબઇ પછી છઠ્ઠા ક્રમે છે. જો કે, આ સર્વે દરમિયાન, જ્યારે ત્યાંના નાગરિકો પાસેથી માહિતી લેવામાં આવી હતી, ત્યારે તેમણે દિલ્હીને ભારતની સૌથી ખરાબ રાજધાની તરીકે સ્થાન આપ્યું હતું.

  સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ પર કોઈપણ રાજ્યની રાજધાની ક્રમ આપવા માટે ચાર પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં, જીવનશૈલી, કમાવવાની ક્ષમતા, સ્થિરતા અને નાગરિકોની સમજને માપદંડ બનાવવામાં આવ્યા હતા. ચારેય પરિમાણો પર શહેરોને 100 માંથી સ્કોર્સ આપવામાં આવ્યા હતા. દિલ્હીએ પ્રથમ ત્રણ પરિમાણો પર 50 થી 60 અને નાગરિકોના દ્રષ્ટિકોણના સર્વેક્ષણમાં 69.4 ની વચ્ચે સ્કોર બનાવ્યો હતો. તેની તુલનામાં ભુવનેશ્વરે નાગરિકોનો દ્રષ્ટિકોણ 94.8 અને જયપુરને 87.1 ગુણ મળ્યા છે.

  આ પણ વાંચો: ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારીનું નિધન, PM મોદી-CM રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી

  બેંગલુરુને એકંદરે શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન અપાયું છે, ત્યારબાદ ચેન્નઈ આવે છે. સીએસઈના રિપોર્ટ અનુસાર, આવક સંભવિત દ્રષ્ટિએ ફક્ત બેંગ્લોરને જ વધુ સારી ગણી શકાય. સર્વેમાં બેંગલુરુને 100 માંથી 78.8 આપવામાં આવી છે. આ સિવાય અન્ય ચાર રાજ્યની રાજધાનીઓ (ચેન્નાઈ, મુંબઇ, દિલ્હી અને હૈદરાબાદ) કમાણીની બાબતમાં મધ્યમ વર્ગમાં મૂકવામાં આવી છે. બાકીના દરેકને 100 માંથી 30 કરતાં ઓછા ગુણ મળ્યા છે.

  આ પણ વાંચો: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કયા બાળકને પ્રવેશ મળે? પ્રવેશ પ્રક્રિયા પહેલા કરી લો આટલી તૈયારી

  સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના ડાયરેક્ટર જનરલ સુનિતા નારાયણે જણાવ્યું હતું કે, ભારતીય શહેરોના મામલામાં ડેટા સ્પષ્ટપણે બતાવે છે કે તેમનામાં વિકાસની દિશા અસ્થિર છે. બધા રાજ્યો અને તેમના શહેરોમાં વિકસિત અને સ્માર્ટ બનવા માટે ઘણી લાંબી મજલ બાકી છે. રાજ્યની રાજધાનીઓની તુલનામાં દેશની રાજધાની દિલ્હીને હજી ઘણું કરવાની જરૂર છે.
  Published by:kuldipsinh barot
  First published: