CAPF Vacancy 2023 : CAPF અને આસામ રાઇફલ્સમાં 83000 થી વધુ જગ્યાઓ ખાલી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે.
CAPF Vacancy 2023 : સેન્ટ્રલ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સમાં 83000 થી વધુ જગ્યાઓ ખાલી છે. આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે આપી છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, CAPF અને આસામ રાઈફલ્સમાં કુલ 1015237 પદોની જરૂર છે. તેમાંથી 83127 જગ્યાઓ ખાલી છે. આ સિવાય 64444 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
આ ભરતીના વિવિધ તબક્કામાં કરવામાં આવશે, તેની પ્રક્રિયા 2023માં જ પૂર્ણ થશે. જણાવી દઈએ કે, મંગળવારે લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે, શું CAPFમાં ખાલી જગ્યાઓના કારણે વર્તમાન કર્મચારીઓને ઓવરટાઇમ કામ કરવું પડી રહ્યું છે. આ અંગે તેમણે કહ્યું કે, હાલના કર્મચારીઓને ખાલી જગ્યાઓના કારણે ઓવરટાઇમ કામ કરવું પડી રહ્યું છે તે કહેવું ખોટું હશે. CAPF અને આસામ રાઇફલ્સમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, ખાલી જગ્યાઓ ભરવા એ સતત પ્રક્રિયા છે. મંત્રાલય, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન અને સંબંધિત દળો દ્વારા, ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે ત્વરિત પગલાં લઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, જુલાઈ 2022 થી જુલાઈ 2023 વચ્ચે કુલ 32 હજાર 181 લોકોની ભરતી કરવામાં આવી છે. આ સિવાય 64444 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવાના પગલાં
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મેડિકલ ટેસ્ટ પ્રક્રિયા માટે લાગતો સમય ઘટાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, કોન્સ્ટેબલ જીડી ભરતીમાં પૂરતા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે કટ ઓફ માર્ક્સ ઘટાડવામાં આવ્યા છે. આ સાથે, આસામ રાઈફલ્સમાં કોન્સ્ટેબલ જીડીની ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવરો માટે 10 ટકા આરક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર