શિવસેના સાથેની PCમાં શરદ પવારે કહ્યુ- અમારી પાસે જરૂરી આંકડો, અમે જ સરકાર બનાવીશું

News18 Gujarati
Updated: November 23, 2019, 2:13 PM IST
શિવસેના સાથેની PCમાં શરદ પવારે કહ્યુ- અમારી પાસે જરૂરી આંકડો, અમે જ સરકાર બનાવીશું
શિવસેના અને એનસીપીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોતી હતી.

શરદ પવારે દાવો કર્યો કે, દેવેન્દ્ર ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે, અમે બધા એકજૂથ છીએ

  • Share this:
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં બીજેપી અને (BJP) એનસીપીના અજિત પવાર (Ajit Pawar)એ મળીને સરકાર બનાવી લીધી છે. શનિવાર સવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ જ્યાં મુખ્યમંત્રી પદના શપથ લીધાં, બીજી તરફ અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા. પરંતુ શિવસેના-એનસીપી (Shiv Sena-NCP)ની પ્રેસ કોન્ફરન્સ બાદ મહારાષ્ટ્રનું રાજકારણ (Maharashtra Politics) ફરી ઉગ્ર બની ગયું છે. એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)એ કહ્યુ કે, અમારી પાસે નંબર છે અને સરકાર તો અમે જ બનાવીશું. શરદ પવારે કહ્યુ કે, અજિત પવારની સાથે 11 ધારાસભ્ય હતા, પરંતુ અમે બધા એકજૂથ છીએ. બીજેપી બહુમત સાબિત નહીં કરી શકે. અજિત પવારના બળવાખોર વલણ પર શરદ પવારે કહ્યુ કે, અનુશાસનત્મક કમિટી તેમની પર નિર્ણય લેશે. શિવસેનાએ બીજેપીની સરકાર રચવાની ઘટનાને છત્રપતિ શિવાજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી છે. તો બીજી તરફ, કૉંગ્રેસે કહ્યુ છે કે, આજનો દિવસ કાળી શાહીથી લખવામાં આવશે.

શરદ પવારે દાવો કર્યો કે, દેવેન્દ્ર ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે. અમે બધા એકજૂથ છીએ. અજિત પવારની સાથે જે ચિઠ્ઠી હતી તેમાં તમામ 54 ધારાસભ્યોના હસ્તાક્ષર હતા. શરદ પવારે કહ્યુ કે, આજ સાંજની બેઠકમાં આગળનો નિર્ણય લેવામાં આવશે. અમે જે નિર્ણય લઈશું તે શિવસેનાની સહમતિ વિના નહીં લઈએ. મને કોઈ ચિંતા નથી કે પહેલા પણ મારી સાથે આવી થઈ ચૂક્યું છે. અમને રાજ્યપાલે 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અમારી પાસે આંકડો છે અને અમે જ સરકાર બનાવીશું.

આ પણ વાંચો, શું મોદી-પવારની મુલાકાતમાં ફડણવીસને CM બનાવવાની સ્ક્રિપ્ટ લખાઈ!શરદ પવારે વધુમાં કહ્યુ કે, અજિત પવારની સાથે 11 ધારાસભ્ય હતા. તેમાંથી બે ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા છે. અમારી પાસે આંકડો છે અને સરકાર તો અમે જ બનાવીશું. રહ્યો સવાલ અજિત પવાર પર એક્શન લેવાનો તો તે પાર્ટીની અનુશાસનાત્મક કમિટી લેશે.

આજે જે થયું તે છત્રપતિ શિવાજી પર સર્જિકલ સ્ટ્રાઈક છે : ઉદ્ધવ ઠાકરે

બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, શિવસેના જે કરે છે તે દિવસના પ્રકાશમાં કરે છે. અમે લોકોને જોડવાનો પ્રયાસ કરીએ છીએ અને તે લોકો તોડવાના પ્રયાસો કરે છે. આ જે ખેલ ચાલી રહ્યો છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. ઠાકરેએ વધુમાં કહ્યુ કે, બીજેપીનો ન તો મિત્ર જોઈએ અને ન તો વિપક્ષ. આ લોકોએ હરિયાણા અને બિહારમાં પણ આવું જ કર્યું હતું. આજે જે થયું છે તો છત્રપતિ શિવાજી મહારાજ પર સર્જિકલ સ્ટ્રાઇક છે.

આ પણ વાંચો, Inside Story: મહારાષ્ટ્રમાં કેવી રીતે બન્યો BJPની સરકાર રચવાનો રોડમૅપ?

આ ઘટના કાળી સહીથી લખવામાં આવશે : અહમદ પટેલ

કૉંગ્રેસે શિવસેના-એનસીપીથી અલગ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યુ કે, ન તો બેન્ડ, ન વરઘોડો અને મુખ્યમંત્રી અને નાયબ-મુખ્યમંત્રીના શપથ લઈ લીધા. આ ઘટના કાળી સહીથી લખવામાં આવશે. કોઈ તપાસ કર્યા વગર શપથ આપવામાં આવી. કંઈકને કંઈ ગડબડ છે. અહમદ પટેલે કહ્યુ કે, શરમની તમામ હદો પાર કરી દીધી. એનસીપીના કેટલાક લોકોની યાદી આપી, જેના કારણે આ ઘટના બની છે. અહમદ પટેલે કહ્યુ કે, બીજેપીને હરાવવા માટે ત્રણેય પાર્ટીઓ સાથે આવી હતી. ત્રણ આજે પણ એકજૂથ છે. કૉંગ્રેસના તમામ ધારાસભ્ય એક સાથે છે. અમારા તરફથી કોઈ વિલંબ નથી થયો. કૉંગ્રેસ પર જે આરોપ મૂકવામાં આવ્યા છે તે નિરાધાર છે. અહમદ પટેલે વધુમાં કહ્યુ કે, કેટલાક મુદ્દાઓ પર સહમતિ પર સમય લાગે છે.

આ પણ વાંચો, આ 5 વાતોમાં છુપાયું છે મહારાષ્ટ્રની રાજનીતિનું રહસ્ય
First published: November 23, 2019, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading