ક્રૂરતાની હદ: દીકરાએ માતાની હત્યા કરી, બાદમાં શરીરના 1000 ટુકડા કર્યા, પછી પોતાના કૂતરા સાથે બેસી ખાઈ ગયો

પ્રતિકાત્મક તસવીર (shutterstock)

પોલીસ ફરિયાદના આધારે જ્યારે મારિયા ગોમેઝના ઘરે પહોંચી તો તપાસ દરમિયાન જે સામે આવ્યું તે જાણી પોલીસના પણ હોશ ઉડી ગયા

  • Share this:
    સ્પેન : સ્પેન(Spain)માં કાળજુ કંપી જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિએ પોતાની માતા (Murder)ની હત્યા કરી, ત્યારબાદ માતાના શરીરના 1000 ટુકડા કર્યા અને બાદમાં ખાઈ ગયો. તેણે માતાના શરીરના કેટલાક ટુકડા પોતાના કૂતરાને પણ ખાવા આપ્યા. આ ઘટનાની માહિતી મળતાં પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર આરોપી પુત્ર પર જો આરોપ સાબિત થશે તો, 15 વર્ષની સજા થઈ શકે છે.

    મળતી માહિતી મુજબ, 28 વર્ષીય આલ્બર્ટો સાંચેઝ ગોમેઝ એક બેરોજગાર વેઇટર છે અને મેડ્રિડમાં રહે છે. અહેવાલ છે કે, મારિયા ગોમેઝની એક મિત્રની ફરિયાદ બાદ પોલીસ સાંચેઝના ઘરે પહોંચી તો, 68 વર્ષીય માતા મારિયા ગોમેઝના શરીરના કેટલાક ટુકડા ફ્રિજમાં એક પ્લાસ્ટિકની થેલીમાં પડેલા હતા. પોલીસને ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે મારિયા ગોમેઝની એક મિત્રએ તે ગુમ થઈ હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસને આ બાબતે માહિતગાર કર્યા હતા.

    આ પણ વાંચોVideo: આ વ્યક્તિ રોડ પર બીજુ કઈ નહીં પોતાના ભાઈના લાશના ટુકડા વીણી રહ્યો છે, શું છે કાળજુ કંપી ઉઠે તેવો મામલો?

    પોલીસ ફરિયાદના આધારે જ્યારે મારિયા ગોમેઝના ઘરે પહોંચી તો તપાસ દરમિયાન જે સામે આવ્યું તે જાણી પોલીસના પણ હોશ ઉડી ગયા. જ્યારે પોલીસે પુત્ર સાંચેઝને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો. પોલીસે જણાવ્યું કે, જ્યારે તેમની ટીમ મારિયા ગોમેઝના ઘરે પહોંચી તો, સાંચેઝે દરવાજો ખોલ્યો. તેણે જ પોલીસને જણાવ્યું કે, માતા અહીં જ છે પરંતુ હવે તે મરી ચુકી છે.

    આ પણ વાંચો - VIDEO: કોરોના ટેસ્ટને લઈ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા, એક કલાક રેલવે સ્ટેશન પર કર્યો હંગામો

    તેણે કહ્યું કે, મેં અને મારા કૂતરાએ માતાને સંપૂર્ણ રીતે ખાઈ લીધી છે. જ્યારે પોલીસ સાંચેઝના નિવેદન બાદ ઘરમાં તપાસ કરી તો, ફ્રિઝમાં એક પ્લાસ્ટિકની બેગમાં મારિયા ગોમેઝના શરીરના નાના-નાના ટુકડા મળી આવ્યા હતા.
    Published by:kiran mehta
    First published: