Home /News /national-international /

સિક્યોરીટી ડિપોઝીટ ભરવા 10 હજારનાં સિક્કા લઈ પહોંચ્યો ઉમેદવાર

સિક્યોરીટી ડિપોઝીટ ભરવા 10 હજારનાં સિક્કા લઈ પહોંચ્યો ઉમેદવાર

દીપક પવાર ઈન્દોરમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે, જેમાં જામીનની રકમ પેટે તેઓ રૂ. 10 હજારનાં સિક્કા લઈને આવ્યા હતા.

દીપક પવાર ઈન્દોરમાંથી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે, જેમાં જામીનની રકમ પેટે તેઓ રૂ. 10 હજારનાં સિક્કા લઈને આવ્યા હતા.

    જિલ્લા ચુંટણી કાર્યાલયના અધિકારીઓ એ સમયે હેરાન થઈ ગયા, જ્યારે 28 નવેમ્બરે થનારી વિધાનસભા ચુંટણી માટે જામીનની રકમ ભરવા આવેલા એક ઉમેદવારે તેમની સામે રૂ. 10 હજારના સિક્કાનો ઢગલો કર્યો.

    ચુંટણી અધિકારી શાશ્વત શર્માએ જણાવ્યું કે, દિપક પવાર ઈન્દોરના વિસ્તાર નંબર-3 પરથી વિધાનસભા ચુંટણી લડવા માગે છે. ત્યાં સિક્યોરીટી ડિપોઝિટ ભરવા પેટે એક એક રૂપિયાનાં 10 હજાર સિક્કા સાથે લઈને આવ્યા હતા. લગભગ દોઢ કલાકની ભારે જેહમત બાદ પાંચ ઑફિસરોએ સિક્કા ગણીને તેમને રસીદ આપી.

    અધિકારીએ કહ્યું કે દિપક પવારે ચૂંટણી જામીનની રકમ તો ભરી દીધી છે, પરંતુ હજું તેમણે નોમિનેશન દાખલ કર્યું નથી. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર (શુક્રવાર) છે.

    આ દરમિયાન, પવારે કહ્યું કે, તે વ્યવસાયથી તેઓ વકીલ છે અને ચૂંટણીમાં પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. જ્યારે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે સિક્કા જમા કરાવવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ દિવસોમાં બજારમાં નકદની ઘણી અછત છે. લોકોએ તેમને ચૂંટણી ભંડોળના રૂપમાં ફક્ત સિક્કા આપ્યા.
    Published by:ankit patel
    First published:

    Tags: Election candidate, Madhya pradesh

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन