Home /News /national-international /કેનેડાના આ શહેરમાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે તેલ, સરકારે ઇમરજન્સી લગાવી, કહ્યું– પાણી ના પીતા!

કેનેડાના આ શહેરમાં પાણીની જગ્યાએ નીકળી રહ્યું છે તેલ, સરકારે ઇમરજન્સી લગાવી, કહ્યું– પાણી ના પીતા!

કેનેડાની ફાઈલ તસવીર

શહેરના મુખ્ય વહીવટી અધિકારી એમી એલ્ગર્સ્મા (Amy Elgersma)એ જણાવ્યું કે, શહેરના પાણીના ટેંકોમાંથી એકના ટેસ્ટિંગમાં ફ્યુલની માત્રા (exceedingly high levels of various fuel components) જોવા મળી.

  ટોરન્ટો. કેનેડાના ઉત્તરી ક્ષેત્રમાં ઇકાલુઇટ શહેર (Canadian City of Lqualuit)ના પાણીના સપ્લાયમાં ઇંધણનું પ્રમાણ જોવા (Fuel had entered its water supply) મળી રહ્યું છે. તે ઘણા વધારે લેવલ પર પહોંચી ચૂક્યું છે. લેબ ટેસ્ટિંગ (Lab results)ના ચોંકાવનારા પરિણામો બાદ સિટી ઓથોરિટીએ તેનો ખુલાસો કર્યો છે. સાથે મંગળવાર રાતથી શહેરમાં ઇમરજન્સીની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. લોકોને પ્રશાસન તરફથી અલગથી પાણીની ફાળવણી કરવામાં આવી રહી છે. જેમાં લોકો લાઇનમાં ઊભીને પોતાની જરૂરિયાત પ્રમાણે પાણી ભરી રહ્યા છે.

  શહેરના મુખ્ય વહિવટી અધિકારી એમી અલ્ગર્સ્મા (Amy Elgersma)એ કહ્યું કે, શહેરના પાણીના ટેંકોમાંથી એકનું ટેસ્ટિંગ થયું જેમાં ફ્યૂલ કમ્પોનેન્ટની માત્રા વધારે (exceedingly high levels of fuel components) જોવા મળી. તે શક્ય છે કે ડિઝલ યા તો માટીનું તેલ (ફ્યુલ) હતું. કેનેડાના સૌથી ઉત્તરી ક્ષેત્ર નુનાવુટની રાજધાની ઇકાલુઇટના રહેવાસીઓએ અઠવાડિયાના અંતે પાણીમાં ઇંધણ (Fuel)ની દુર્ગંધ આવતી હોવાની જાણકારી આપી હતી. જોકે, હજુ સુધી આ ફ્યુલ ક્યાંથી આવી રહ્યું છે તેના સ્ત્રોતની ભાળ મળી નથી.

  canada iqaluit water
  લોકો લાઈનમાં ઊભા રહીને આ રીતે પાણી ભરી રહ્યા છે.


  શહેરમાં મંગળવારની રાત્રિથી ઇમરજન્સિની ઘોષણા કરવામાં આવી છે. લોકોને પીવાનું પાણી અને રસોઈ માટે પાણીનો ઉપયોગ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઑથોરિટીએ જણાવ્યું હતું કે, ગરમ કર્યા બાદ પણ પાણી સુરક્ષિત નથી.

  આ પણ વાંચો: બ્રિટન: ચર્ચમાં મીટિંગ કરી રહ્યા હતા બ્રિટિશ સાંસદ, વ્યક્તિએ છરી ભોંકીને હત્યા કરી નાખી

  અધિકારીઓને શંકા છે કે પાણીમાં આ ઈંધણ માટી અથવા તો ભુગર્ભ જળની ગંદકી હોઈ શકે છે. આગળની તપાસ કરવા માટે ટેંકમાંથી પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે, ટેંકની ચારે તરફ પાણી મોકલવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું ઇકાલુઇટના લગભગ સાત હજાર રહેવાસીઓને સિટી ઑથોરિટી પાસેથી આદેશ મળશે કે તેમને ક્યારે પાઇપ ફ્લશ કરવું.

  નુનાવુટના મુખ્ય તબીબી અધિકારી ડૉ. માઇકલ પેટરસને જણાવ્યું કે, હજુ આપણી પાસે જે પુરાવા છે તે સંકેત આપે છે કે, લાંબા ગાળા માટે, પાણી પીવા માટે હજુ જોખમ નથી. માટે એ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, કાર્સિનોજેનિક રસાયણોને પુરાવા નથી મળ્યા જેને લઈને અધિકારી ચિંતામાં હતા, પરંતુ બેંજીન અને ટોલ્યૂન બંને ફ્યુલમાં મળે છે.

  આ પણ વાંચો: ટ્રેનમાં ઘોડા વેચીને ઉંઘેલી મહિલાને ન્હોતો હોશ, જ્યારે આંખ ખુલી તો સામે બેઠેલા યુવકને જોઈ રહી ગઈ દંગ

  કેનેડા પાસે દુનિયાનો પાણીનો 20 ટકા ભાગ છે. દેશભરમાં 45 સ્વદેશી કમ્યુનિટીને પાણીને ગરમ કરીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. લિબરલ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો માટે પાણી એક વિવાદાસ્પદ મુદ્દો છે. તે પાણીને ગરમ કરવાની સલાહને બંધ કરવાના વાયદા સાથે સત્તામાં આવ્યા છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Bizzare Stories, Canada, Fuel price, World news, World News in gujarati

  विज्ञापन
  विज्ञापन