કેનેડાના ઓન્ટારીયોમાં આઇકોનિક નાયગ્રા ફોલ્સને 28 મી એપ્રિલે 30 મિનિટ સુધી એકતા પ્રદર્શિત કરતા ભારતીય રાષ્ટ્રીય ધ્વજના ત્રિરંગામાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. કારણ કે દેશમાં કોવિડ -19 મહામારી સામે લડાઈ ચાલુ છે. ભારતમાં બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. રાત્રીના 9:30થી 10 વાગ્યા સુધીમાં કેસરી, સફેદ અને લીલા રંગથી સમગ્ર ધોધ નજરે ચડ્યો હતો અને તેની સાથે સ્ટેય સ્ટ્રોંગ ઇન્ડીયા એટલે કે ભારત મજબુત બની રહે તેવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો.
ભારત પ્રત્યેની આ શુભેચ્છા બદલ ટ્વિટર પર કેનેડાની પ્રશંસા થઇ રહી છે. દિવસની શરૂઆતમાં નાયગ્રા પાર્ક્સ પણ તેમની ચાલ વિશે જાહેરાત કરવા માટે તેમના ટ્વિટર હેન્ડલ પર #StayStrongIndia હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
India is currently facing a surge in cases and losses of life resulting from COVID-19. In a display of solidarity and hope for India, Niagara Falls will be illuminated tonight from 9:30 to 10pm in orange, white and green, the colours of the flag of India. #StayStrongIndiapic.twitter.com/o0IIxxnCrk
હાલમાં દુબઇમાં બુર્જ ખલીફા અને અબુધાબીમાં દેશના વડામથકને પણ ભારતીય ધ્વજના રંગથી રોશનીથી શણગારાયો હતો. કોરોના વાયરસ મહામારી સામે જંગ લડી રહેલા ભારતની પડખે હવે યુનાઈટેડ આરબ અમીરાત પણ મક્કમપણે ઊભું છે. કોરોનાની આ મુશ્કેલ ઘડીમાં ભારતના સમર્થનમાં UAEએ સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાને તિંરગાના રંગમાં રંગી નાખી હતી. સાઉદી અરબ, યુકે, અમેરિકા સહિત અનેક દેશ ભારતની મદદે આવ્યા છે. આ સૌથી ઊંચી ઈમારતથી #StayStrongIndia નો મેસેજ પણ અપાયો.
રવિવારે મોડી રાતે UAEમાં ભારતીય દૂતાવાસ તરફથી એક વીડિયો શેર કરાયો. વીડિયો કેપ્શનમાં લખાયું કે ભારત કોરોના વિરુદ્ધ ભીષણ યુદ્ધ લડી રહ્યું છે, આવામાં તેનો મિત્ર UAE પોતાની શુભકામના મોકલે છે કે બધુ જલ્દી ઠીક થઈ જાય. ઉલ્લેખનીય છે કે, ભારતમાં દિવસે-દિવસે કોરોના વાયરસના પોઝિટિવ કેસોનો આંકડો વધતો જાય છે. છેલ્લા 2 મહિનામાં દૈનિક કેસો 4 લાખ જેટલા આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 1,99,25,604એ પહોંચી છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ સંખ્યા બે કરોડે પહોંચશે. જોકે, છેલ્લા બે દિવસથી દૈનિક કેસોની સંખ્યામાં આંશિક રાહત મળી છે. છતાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછતની મહામારીને પગલે સ્થિતિ ક્યારે કાબૂમાં આવે તે જોવું રહ્યું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર