ઓટાવા: કોરોના વાયરસ (Coronavirus)ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેનેડા (Canada)એ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)થી આવતી ફ્લાઇટ્સ રદ કરી નાખી છે. સરકારનું કહેવું છે કે ગુરુવારથી શરૂ કરીને 30 દિવસ સુધી આ પ્રતિબંધ લાગૂ રહેશે. ખાસ વાત એ છે કે દેશમાં રાજકીય નેતાઓના વિરોધ પછી વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ નિર્ણય કર્યો છે. જોકે, આ દરમિયાન કાર્ગો ફ્લાઇટ ચાલુ રહેશે. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડની વકરી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ પણ ભારતનો પ્રવાસ રદ કર્યો છે.
કેનેડાના સ્વાસ્થ્ય મંત્રી પેટી હાઝૂએ કહ્યુ કે, તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 20 ટકા ભારતીય છે. કેનેડા એરપોર્ટ પર કરવામાં આવેલી તપાસમાં 50 ટકા કરતા વધારે મુસાફરો કોરોના સંક્રમિત માલુમ પડ્યા છે. તેમના કહેવા પ્રમાણે આ દેશોની સીધી ફ્લાઇટ રોકવાને પગલે સ્વાસ્થ્ય નિષ્ણાતોને આ મહામારીનું મુલ્યાંકન અને આંકલન કરવાનો સમય મળશે.
બ્રિટન:
પીટીઆઈના કહેવા પ્રમાણે બ્રિટને ભારતને એવા દેશોની યાદીમાં નાખી દીધું છે જે અંતર્ગત તે દેશોના નાગરિકોને બ્રિટનમાં આવવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ વિદેશથી બ્રિટનમાં આવનારા લોકોને 10 દિવસ સુધી હોટલમાં આઈસોલેશનમાં રહેવું ફરજિયાત કરી દેવાયું છે.
ઇઝરાયેલ તરફથી ગરુવારે દેશના નાગરિકો માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે કોરોના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દશના નાગરિકોને ભારત, યૂક્રેન, ઇથિયોપિયા, બ્રાઝીલ, દક્ષિણ આફ્રીકા, મેક્સિકો અને તુર્કીનો પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
યૂએએઈ તરફથી 24મી એપ્રિલથી 10 દિવસ સુધી તમામ ફ્લાઇ્સ રદ કરવાનો જાહેર કરવાામાં આવી છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે કાર્ગે ફ્લાટ્સ ચાલુ રહેશે. સરકારની જાહેરાત પ્રમાણે જે લોકોએ છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી તેમને પણ UAEમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. 10 દિવસ બાદ આ સ્થિતિનું ફરીથી મુલ્યાંકન કરવામાં આવશે. જે બાદમાં ફ્લાઇટ સેવા ચાલુ કરવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે.
ભારતમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ ભારતમાંથી આવતી ફ્લાઇટ્સની સંખ્યા 30 ટકા ઘટાડી દીધી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં લેન્ડ થયાના 72 કલાક પહેલા જે તે વ્યક્તિ કોવિડ-19 નેગેટિવ હોવો જરૂરી છે.
સિંગાપુર તરફથી ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે કે લાંબા કે ટૂંકા સમયના તમામ પાસ ધારકો કે જેઓએ છેલ્લા 14 દિવસમાં ભારતની મુલાકાત લીધી હશે તેમને સિંગાપુરમાં પ્રવેશ નહીં આપવામાં આવે. આ નિયમ 24મી એપ્રિલથી લાગૂ પડશે. આ આદેશ ભારતથી આવતા લોકોને પણ લાગૂ રહેશે.
ઓમાન:
ઓમાન તરફથી પણ 24મી તારીખથી સાંજના છ વાગ્યાથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને પર દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સીધા પ્રવેશ ઉપરાંત છેલ્લા 14 દિવસમાં આ દેશોની મુલાકાત લેનાર લોકોને પણ ઓમાનમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ઓમાનના નાગરિકો, રાજદૂતો અને સ્વાસ્થ્યકર્મીઓ અને તેમના પરિવારોને આ નિયમ લાગૂ નહીં પડે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર