ચંદીગઢ : ભારતમાં શીખો માટે ખાલિસ્તાનની માંગણી કરનાર અમેરિકા સ્થિત અલગાવવાદી સમૂહ તરફથી પંજાબ 2020 જનમત સંગ્રહ (Punjab 2020 Referendum)ને કેનેડાની સરકારે (Canada Government)ફગાવી દીધો છે. આ ઘટનાને શીખ નેતાઓ અને વિશેષજ્ઞોએ સરકારની એક ફૂટનીતિક જીત માની છે. આ વર્ષે નવેમ્બરમાં નિર્ધારિત તથાકથિત જનમત સંગ્રહ પર કેનેડા સરકારના વલણ વિશે એએનઆઈના સવાલોના જવાબમાં કેનેડાના વિદેશ મંત્રાલયના (Foreign Ministry)એક પ્રવક્તાએ કહ્યું કે કેનેડા ભારતની સંપ્રભુતા, એકતા અને ક્ષેત્રિય અખંડતાનું સન્માન કરે છે, કેનેડા જનમત સંગ્રહને માન્યતા આપશે નહીં.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ડીજીપી પંજાબ (સેવા નિવૃત્ત) શશિકાંતે એએનઆઇને કહ્યું હતું કે હું આને જનમત સંગ્રહ ગણતો નથી કારણ કે જનમત સંગ્રહ કોઈપણ દેશની ભૌગોલિક સરહદની અંદર થઈ શકે છે. અહીં બેસીને આપણે સંયુક્ત રાજ્ય અણેરિકા, યુનાઇટેડ કિંગડમ કે અન્ય દેશની સંપ્રભુતા પર જનમત સંગ્રહ કરી શકીએ નહીં. આ યોગ્ય નથી.
આ પણ વાંચો - ટ્વિટ પર ઘેરાયા રાહુલ ગાંધી, સીએમ રૂપાણીએ કહ્યું - ગુજરાતની પહેલ ને પોતાનું નામ ન આપે
ડીજીપીએ કહ્યું કે કેનેડાની સરકાર US આધારિત સંગઠન તરફથી કરાવવામાં આવી રહેલા રેફરેંડમ 2020ને માન્યતા આપશે નહીં. આ ભારત સરકારની વિદેશ નીતિ માટે એક મોટી જીત છે જે દર્શાવે છે કે આ ભારતને લાભ આપી રહી છે. અન્ય દેશો ભારતની સંપ્રભુતાનું ઘણું સન્માન કરી રહ્યા છે.
ડીજીપીના રૂપમાં સેવાનિવૃત્ત થતા પહેલા 2012માં પોતાની કારકિર્દીમાં ઘણા પદો પર રહેનાર પંજાબ કેડરના આઈપીએસ અધિકારી શશિકાંતે કહ્યું હતું કે હાલનું નિવેદન કેનેડાની સંતુલિત વિદેશ નીતિનો નમૂનો છે. કેનેડા સરકારે અપનાવેલી રાષ્ટ્રીય નીતિ પ્રમાણે છે.
Published by:Ashish Goyal
First published:July 25, 2020, 23:22 pm