બદલી ગયા કેનેડાના સૂર, હવે કિસાન આંદોલન પર કરી રહ્યું છે સરકારના પ્રયત્નોની પ્રશંસા

બદલી ગયા કેનેડાના સૂર, હવે કિસાન આંદોલન પર કરી રહ્યું છે સરકારના પ્રયત્નોની પ્રશંસા
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડો

કોવિડ વેક્સીનને લઈને કેનેડા તરફથી મદદ માંગવામાં આવી છે. જેના પર ભારતે દરેક સંભવ મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • Share this:
    નવી દિલ્હી : કિસાન આંદોલન પર (Farmers Protest)ભારત સામે સખત તેવર બતાવનાર કેનેડાના સૂર હવે બદલવા લાગ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીના કારણે ગુરુવારે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ (PM Justin Trudeau)પીએમ મોદીની પ્રશંસા કરી હતી. સાથે તેમણે વેક્સીનની જરૂરિયાતથી પણ પીએમ મોદીને અવગત કરાયા હતા. હવે આજે કિસાન આંદોલન પર ભારતના વલણની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે કેનેડાના પીએમ જસ્ટિન ટૂડોએ કિસાન આંદોલનને લઈને ભારત સરકારના વાતચીતના પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ સાથે જસ્ટિન ટૂડોએ કહ્યું કે તેમની સરકાર ત્યાં રહેલા ભારતીય રાજનયિકો અને પરિસરોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

    જણાવી દઈએ કે કોવિડ વેક્સીનને લઈને કેનેડા તરફથી મદદ માંગવામાં આવી છે. જેના પર ભારતે દરેક સંભવ મદદનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ ફોન પર વેક્સીનને લઈને વાતચીત કરી. મોદી તરફથી વેક્સીનને લઈને મદદનો વિશ્વાસ આપ્યો છે. આ સિવાય બંને નેતાઓ વચ્ચે ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ ઇકોનોમિક રિકવરીને લઈને પણ સહમતી બની છે.



    આ પણ વાંચો - રાજ્યમાં નવા 268 કેસ, આજે 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

    પીએમઓના એક આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જસ્ટિન ટૂડોએ પીએમ મોદીને કેનેડામાં કોરોનાની પરિસ્થિતિ વિશે જાણકારી આપી. સાથે તેમણે કેનેડા માટે કોવિડ-19 વેક્સીનની જરૂરત માટે અવગત કરાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે જેમ બીજા દેશોને વેક્સીન ઉપલબ્ધ કરાવીને મદદ કરી છે તેવી જ રીતે કેનેડાની પણ મદદ કરવામાં આવશે.

    જસ્ટિન ટૂડોએ કહ્યું કે તેમની ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ફોન પર સારી વાતચીત થઈ છે અને આ દરમિયાન બંનં નેતાઓએ લોકતાંત્રિક સિદ્ધાંતો માટે બંને દેશોની પ્રતિબદ્ધતા, હાલના પ્રદર્શનો અને વાતચીત દ્વારા મુદ્દોના સમાધાનના મહત્વ પર ચર્ચા કરી હતી. પીએમ મોદી સાથે ઘણા મુદ્દા પર મારી સારી વાતચીત થઈ અને અમે આગળ પણ સંપર્કમાં રહેવાને લઈને સહમતી વ્યક્ત કરી છે.
    Published by:Ashish Goyal
    First published:February 12, 2021, 22:55 pm

    ટૉપ ન્યૂઝ