પૌત્રને ભણાવતા કરોડપતિ બની દાદી, પુસ્તકમાંથી નીકળ્યો 'ખજાનો'

 • Share this:
  કેનેડામાં એક કપલે પુસ્તકમાં મહિનાઓથી ગાયબ લોટરીની ટિકિટની મદદથી 10 લાખ કેનેડા ડોલર જીત્યા. લોટો ક્યૂબેક સંગઠને 3 એપ્રિલે આ કપલના 7.5 લાખ અમેરિકન ડોલર અંદાજે પાંચ કરોડ 16 લાખ રૂપિયા જીતવાની જાહેરાત કરી છે. જો કે આ લોટરીની ટિકિટ કેવી રીતે મળી તેની પાછળ અનોખી કહાની છે.

  લોટરી જીતનારા નિકોલ પેડનોલ્ટ અને રોજર લારોકને ગત સપ્તાહે જ ખબર પડી કે તેની પાસે પાંચ એપ્રિલ,2018ની એક લોટરીની ટિકિટ છે, જેના પર 10 લાખ કેનેડિયન ડોલરનું ઇનામ લાગ્યું છે. પેડનોલ્ટ પોતાના પૌત્રને હોમવર્કમાં મદદ કરી રહી હતી. એ દરમિયાન તેને આ લોટરી ટિકિટ મળી.

  અહીં ક્લિક કરી વાંચોઃ રૂ.10ની નોટ સાથે મરઘાને લઈને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો બાળક!

  દંપતીએ આ ટિકિટ 2018ના વેલેન્ટાઇન્સ ડે પર ખરીદી હતી. ડનોલ્ટનું કહેવું છે કે જો મારા પૌત્રએ હોમવર્કમાં મદદ ન માગી હોત તો મને આ લોટરીની ટિકિટ ક્યારેય મળી ન હોત. લોટરીના મામલે પેડનોલ્ટ ડબલ લકી છે, કારણ કે એક તો તેની ટિકિટ પર 10 લાખ કેનેડિયન ડોલરનું ઇનામ લાગ્યું અને બીજું કે ટિકિટની અંતિમ તારીખ પૂર્ણ થવાને આરે હતી.

  લોટરીની આવી જ એક ઘટના મેરીલેન્ડ, યુએસએમાં પણ જોવા મળી હતી, અહીં વનેસા વાર્ડ નામની એક મહિલા પોતાના ઘરની પાસે જ એક ફૂડ સ્ટોરમાં પહોંચી, ત્યારે કોબિચ ખરીદતી વખતે તેણે લોટરીની સ્ક્રેચ ટિકિટ ખરીદવાનું વિચાર્યું. ટિકિટ અને કોબિચ ખરીદી જ્યારે તે ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે તેને લોટરી લાગી છે. જ્યારે તેણે જીતેલી રકમ જાણી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઇ, કારણ કે આ લોટરીની ટિકિટનું ઇનામ હતું 1.58 કરોડ રૂપિયા.
  Published by:Sanjay Vaghela
  First published: