શુ નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો તે આત્મહત્યા કરશે? લંડન કોર્ટમાં થઈ સુનાવણી
લંડનની હાઈકોર્ટમાં મંગળવારે 2 અબજ ડોલરના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની આત્મહત્યાને લઈને સુનાવણી થઈ હતી.
લંડનની હાઈકોર્ટમાં મંગળવારે 2 અબજ ડોલરના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની આત્મહત્યાને લઈને સુનાવણી થઈ હતી. કોર્ટે મનોરોગ ક્ષેત્રમાં બે પ્રમુખ એક્સપર્ટના વ્યુ પર સુનાવણી કરી, જેથી એ બાબત નક્કી કરી શકાય કે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે છે તો શું એ આત્મહત્યા કરી શકે છે?
લંડનઃ લંડનની હાઈકોર્ટમાં મંગળવારે 2 અબજ ડોલરના પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીની આત્મહત્યાને લઈને સુનાવણી થઈ હતી. કોર્ટે મનોરોગ ક્ષેત્રમાં બે પ્રમુખ એક્સપર્ટના વ્યુ પર સુનાવણી કરી, જેથી એ બાબત નક્કી કરી શકાય કે નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવે છે તો શું એ આત્મહત્યા કરી શકે છે?
અંતિમ તબક્કાની અપીલ સાંભળવામાં આવી હતી
લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટુ અને રોબર્ટ જેએ કાર્ડિફ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકાઈટ્રીના પ્રોફેસર એન્ડ્રૂ ફોરેસ્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકાઈટ્રીના પ્રોફેસર સીના ફજેલ 51 વર્ષના નીરવના પ્રત્યાર્પણ અપીલના અંતિમ તબક્કામાં દલીલો સાંભળી હતી.
બે મનોચિકિત્સકોએ ડિપ્રેશનના સ્તરની ચકાસણી કરી
બે મનોચિકિત્સકોએ નીરવના ડિપ્રેશનના સ્તરની ચકાસણી કરી, જેનાથી આત્મહત્યાના પર્યાપ્ત કે ઉચ્ચ જોખમને ઓળખી શકાય. તેમણે એક્સપર્ટને જણાવ્યું કે તે પત્યર્પિત થવા પર તે પોતાને કાપવા કે ફાંસી લેવા અંગે વિચારે છે. બંનેએ દક્ષિણ-પશ્ચિમ લંડનના વેન્ડ્સવર્થ જેલમાં બંધ નીરવ મોદીનું પર્સનલ એસિસમેન્ટ કર્યું છે. નીરવ ત્રણ વર્ષથી વધુ સમયથી આ જેલમાં બંધ છે. સુનાવણી દરમિયાન નીરવની માના આત્મહત્યાના મામલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ગત વર્ષે માનસિક સ્વાસ્થ્યન લઈને થઈ હતી સુનાવણી
51 વર્ષીય હીરા કારોબારી નીરવે ગત વર્ષે પોતાના માનસિક સ્વાસ્થ્યના આધાર પર પ્રત્યાર્પણના આદેશ પર રોક લગાવવાને લઈને આપીલ કરી હતી. ડિસેમ્બર 2021માં હાઈકોર્ટમાં સુનાવણીમાં એ વાત જોવા મળી હતી કે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સૈમ ગૂજીના ફેબ્રુઆરીના 2021નું રુલિંગ હીરા કારોબારીના પ્રત્યાર્પણના પક્ષમાં આપવામાં આવેલા ચુકદાથી તેનો આત્મહત્યા કરવાનો ખતરો વધે છે કે નહિ.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર