Home /News /national-international /Kohinoor Diamond: ક્વીન એલિઝાબેથના મૃત્યુ બાદ કોહિનૂર ભારત લાવવાની માંગ ઉઠી

Kohinoor Diamond: ક્વીન એલિઝાબેથના મૃત્યુ બાદ કોહિનૂર ભારત લાવવાની માંગ ઉઠી

ભારત સરકાર ઘણી વખત કોહિનૂર પરત કરવાની માંગ કરી રહી છે. (ફાઇલ ફોટો)

Kohinoor Diamond: ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણે થોડા વર્ષો પહેલા એક આરટીઆઇના જવાબમાં કહ્યું હતું કે, લગભગ 170 વર્ષ પહેલા લાહોરના મહારાજાએ ઈંગ્લેન્ડની મહરાણી સામ નમતા કોહિનૂરનો હીરો તેમને આપી દીધો હતો અને તેને અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યો હતો.

વધુ જુઓ ...
  દિલ્હી: બ્રિટેનમાં સૌથી વધુ સમય સુધી રાજાશાહીની કમાન સંભાળનાર રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સોશિયલ મીડિયામાં કોહિનૂર હીરો પરત લાવવાની માંગ ફરીથી ઉઠી છે. મહારાણીના પુત્ર પ્રિંસ ચાર્લ્સને રાજગાદી સંભાળતાની સાથે જ 105 કેરેટનો હીરો તેમની પત્ની ડચેસ કૉર્નલૉલ કૈમિલાની પાસે જશે. કોહિનૂર એક મોટો, બેરંગ હીરો છે જે 14મી સદીની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં મળ્યો હતો.

  તે સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન બ્રિટનના હાથમાં આવી ગયો હતો અને હવે તે ઐતિહાસિક માલિકી વિવાદનો વિષય છે, જેના પર ભારત સહિત ઓછામાં ઓછા ચાર દેશો દાવો કરી રહ્યા છે. રાણીના અવસાન પછી કેટલાક ટ્વિટર યુઝર્સે સોશિયલ મીડિયા પર કોહિનૂરને પાછો લાવવાની માંગમાં આ બાબતને ગંભીરતાથી લીધી હતી. જ્યારે કેટલાક લોકોએ આ મુદ્દો ઉપહાસ સાથે ઉઠાવ્યો હતો.

  કોઈએ ટ્વિટર પર ફિલ્મ 'ધૂમ 2'ની એક ક્લિપ પોસ્ટ કરી છે જેમાં હિૃતિક રોશન સ્ટારર કેરેક્ટર ચાલતી ટ્રેનમાંથી હીરાની ચોરી કરે છે. પોસ્ટમાં લખ્યું હતું, 'હિૃતિક રોશન અમારો હીરો, બ્રિટિશ મ્યુઝિયમમાંથી મોતી; કોહિનૂર ભારતને પરત લાવવા માટે નીકળ્યો છે.’ અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘રાણી એલિઝાબેથ દ્વિતીય સંસ્થાનવાદમાં સક્રિય રીતે સામેલ હતી. હવે શું આપણે આપણો કોહિનૂર પાછો મેળવી શકીએ?

  આશિષ રાજ નામના ટ્વીટર યુઝરે લખ્યું,'રાણીનું અવસાન થવાનું દુઃખ છે. હવે શું આપણે આપણો કોહિનૂર પાછો મેળવી શકીએ? ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણે થોડા વર્ષો પહેલા એક આરટીઆઇના જવાબમાં કહ્યું હતું કે, લગભગ 170 વર્ષ પહેલા લાહોરના મહારાજાએ ઈંગ્લેન્ડની મહરાણી સામ નમતા કોહિનૂરનો હીરો તેમને આપી દીધો હતો અને તેને અંગ્રેજોને સોંપી દેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- 2023માં આવશે આર્થિક મંદી? IMF ચીફે કહ્યું- મોંઘવારી વધવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે

  જો કે, સુપ્રીમ કોર્ટમાં ભારત સરકારનું સ્ટેન્ડ હતું કે આશરે 200 કરોડની કિંમતનો આ હીરો બ્રિટિશ શાસકો દ્વારા ન તો ચોરવામાં આવ્યો હતો કે ન તો બળજબરીથી લઈ ગયા હતા, પરંતુ પંજાબના ભૂતપૂર્વ શાસકોએ તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને આપી દીધો હતો. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પુસ્તક 'એન એરા ઓફ ડાર્કનેસ'માં લખ્યું છે કે કોહિનૂરને એક સમયે 158.6 ગ્રામ વજનનો વિશ્વનો સૌથી મોટો હીરા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- આનંદસાગર સ્વામીની મુશ્કેલી વધી, ધાર્મિક લાગણી દુભાઇ હોવાની ફરિયાદ દાખલ

  એવું માનવામાં આવે છે કે પહેલો હીરો 13મી સદીમાં આંધ્ર પ્રદેશના ગુંટુર પાસે મળ્યો હતો. કેટલાક નિષ્ણાતો કહે છે કે નાદિર શાહે હીરાનું નામ કોહિનૂર રાખ્યું હતું. ભારત સરકાર ઘણી વખત કોહિનૂર પરત કરવાની માંગ કરી રહી છે. આ સંબંધમાં પ્રથમ માંગ 1947માં કરવામાં આવી હતી. જોકે બ્રિટિશ સરકાર ભારતના કોહિનૂરના દાવાને ફગાવી રહી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: BRITAIN, British Rule, Gujarati news, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन