નવી દિલ્હી : શું સંતાન પેદા કરવા માટે કેદીને પેરોલ આપી શકાય? સુપ્રીમ કોર્ટ (supreme court )આ મુદ્દા પર વિચાર કરશે. રાજસ્થાન હાઇકોર્ટ (Rajasthan High Court)દ્વારા એક કેદીને સંતાન પેદા કરવા માટે 15 દિવસોની પેરોલ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. જેના પર સર્વોચ્ચ અદાલત સુનાવણી માટે તૈયાર થઇ ગયું છે. આ અરજી પર આગામી સપ્તાહે સુનાવણી થઇ શકે છે.
આ વર્ષે એપ્રિલમાં પત્નીએ પોતાના સંતાન પેદા કરવાના અધિકારનો ઉલ્લેખ કરીને રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેંચ પાસે કેદી પતિની રિહાઇ માંગણી કરી હતી. જસ્ટિસ સંદીપ મેહતા અને ફરજંદ અલીએ કહ્યું તે જેલમાં રહેવાના કારણે કેદીની પત્નીની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાત પ્રભાવિત થઇ છે. આ આધારે કોર્ટે ઉંમર કેદની સજા કાપી રહેલા 34 વર્ષના નંદલાલની 15 દિવસોની પેરોલ મંજૂર કરી હતી.
ભીલવાડા કોર્ટ દ્વારા દોષિત સાહિત થયા પછી નંદલાલ અજમેર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેની પત્નીએ જિલ્લા કલેક્ટર અને પેરોલ કમિટીના ચેરમેનને અપીલ કરી કે તે કેદીની પત્ની છે અને તેને કોઇ સંતાન નથી જેથી પતિનો પેરોલ પર જેલથી બહાર આવવા દેવો જોઈએ. જેનાથી તે સંતાન સુખ પ્રાપ્ત કરી શકે. મહિલાએ આ માટે પોતાના પતિના જેલમાં રહેવા દરમિયાન સારા વ્યવહારનો પણ હવાલો આપ્યો હતો.
મહિલાની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે કેદીની પત્ની બાળકના અધિકારથી વંચિત છે. તેણે ના તો કોઇ અપરાધ કર્યો છે અને તે તેને કોઇ સજા મળી છે. કોર્ટે કહ્યું કે વંશ સંરક્ષણના ઉદ્દેશ્યથી બાળકો કરવાના અધિકારને ધાર્મિક ગ્રંથો, ભારતીય સંસ્કૃતિ અને અલગ-અલગ ન્યાયિક નિર્ણયોમાં પણ માનવામાં આવ્યા છે. બાળકો હોવાથી કેદી ઉપર પણ સકારાત્મક પ્રભાવ પડે છે.
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે માતા બનવા પર મહિલાનું સ્ત્રીતત્વ વધારે નીખરે છે. પરિવાર અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધી જાય છે. મહિલાના જીવનમાં એવી સ્થિતિ ના હોવી જોઈએ કે તેની ભૂલ વગર તે પોતાના પતિથી કોઇ બાળક પેદા ના કરી શકે. રાજસ્થાન હાઇકોર્ટની જોધપુર બેન્ચે સંતાન પેદા કરવાના અધિકારને સંવિધાનના અનુચ્છેદ-21 અંતર્ગત જીવનના અધિકાર સાથે પણ જોડ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર