Home /News /national-international /

શું માણસ 150 વર્ષ સુધી જીવી શકે? જાણો શું કહે છે સ્ટડી

શું માણસ 150 વર્ષ સુધી જીવી શકે? જાણો શું કહે છે સ્ટડી

માણસ 150 વર્ષ સુધી જીવી શકે

આપણે 80 વર્ષ સુધી જીવવાની આશા રાખી શકીએ છીએ, પરંતુ કેટલાક લોકો 100થી અધિક વર્ષનું જીવન જીવે છે.

નવી દિલ્હી : આપણે 80 વર્ષ સુધી જીવવાની આશા રાખી શકીએ છીએ, પરંતુ કેટલાક લોકો 100થી અધિક વર્ષનું જીવન જીવે છે. ઓકિનાવા, જાપાન અને સાર્ડિનિયા, ઈટલી જેવા દેશમાં અનેક લોકો 100 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. ઈતિહાસમાં સૌથી વધુ ઉંમર ધરાવતી મહિલામાં ફ્રાંસની મહિલા જીન કૈલમોંટનું નામ લેવામાં આવે છે, જે 122 વર્ષની હતી. તેનો જન્મ 1875માં થયો હતો.

લોકો સદીઓથી એક સવાલ પૂછી રહ્યા છે કે મનુષ્ય કેટલા વર્ષનું જીવન જીવી શકે છે? વ્યક્તિ કેટલા વર્ષ સુધી જીવિત રહેશે તેની ગણતરી કરવી સરળ છે, પરંતુ તે કેટલી ઉંમર સુધી જીવિત રહેશે તેની અનુમાન લગાવવું ખૂબ જ કઠિન છે. છેલ્લે કરવામાં આવેલ સ્ટડી અનુસાર વ્યક્તિ 140 વર્ષ સુધી જીવી શકે છે. હાલમાં થયેલ એક સ્ટડી અનુસાર વ્યક્તિ 150 વર્ષ સુધી જીવી શકે છે.

જીવનકાળની ગણના

બ્રાઈટન યુનિવર્સિટીના રિચર્ડ ફરાઘેર જણાવે છે કે જીવન પ્રત્યાશા અને જીવનકાળની ગણતરી માટે સૌથી જુની અને અત્યારે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ ગોમ્પર્ટઝ સમીકરણ છે. જે સંબંધિત સૌથી પહેલુ આકલન 19મી સદીમાં કરવામાં આવ્યું છે કે સમયની સાથે બીમારીથી માનવ મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. કેન્સર, હ્રદય રોગ અને અન્ય સંક્રામક બીમારીઓથી તમારુ મૃત્યુ થવાની સંભાવના આઠથી નવ વર્ષમાં લગભગ બમણી થઈ જાય છે.

અનેક પદ્ધતિઓથી સૂત્રમાં ફેરફાર કરી શકાય છે કે કેવી રીતે વિભિન્ન પરિબળો લોકોના જીવનકાળને પ્રભાવિત કરે છે. ગોમ્પર્ટઝ ગણનાનો ઉપયોગ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમની ગણના કરવા માટે કરવામાં આવે છે. આ કારણોસર કંપની તે જાણવાની કોશિશ કરે છે કે શું તમે ધૂમ્રપાન કરો છો, શું તમે વિવાહિત છો અથવા અન્ય માહિતી મેળવે છે. જેનાથી તેઓ જાણી શકે છે કે તમે વધુ કેટલા દિવસ જીવશો. કેટલા સમય સુધી જીવિત રહેશો તે જાણવાની એક પદ્ધતિ છે કે ઉંમરની સાથે આપણા અંગો કાર્યક્ષમતામાં કેટલો ઘટાડો થાય છે. અંગોની કાર્યક્ષમતા ઉંમર પરથી જાણવામાં આવે છે. ઉદાહરણ તરીકે આંખોનું કાર્ય અને વ્યાયામ કરતા સમયે કેટલા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે, ઉંમર વધવાની સાથે તેની અસર પણ જોવા મળે છે. મોટાભાગની ગણનાઓ પરથી સંકેત મળ્યો છે કે વ્યક્તિના અંગ સરેરાશ 120 વર્ષ સુધી કામ કરે છે.

સ્ટડીમાં લોકોની ઉંમર વધવાની સાથે તેમની ભિન્નતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દા.ત. કેટલાક લોકોની કિડનીની કાર્યક્ષમતા તેમની ઉંમર સાથે ઓછી થઈ જાય છે, પરંતુ દરેક વ્યક્તિમાં આ પ્રકારે જોવા મળતું નથી. સિંગાપોર, રશિયા અને અમેરિકાના સંશોધનકર્તાઓએ અધિકત્તમ માનવ જીવન કાળનું અનુમાન મેળવવા માટે અલગ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. એક કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કરીને માનવ જીવન સીમા લગભગ 150 વર્ષ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

150 વર્ષ સુધી જીવન

સ્વાભાવિક રીતે તમારા મૃત્યુની સંભાવના અને બીમારીથી કેટલી ઝડપી સાજા થાવ છો, તેની વચ્ચે એક સંબંધ હોવો જોઈએ. આ એક તમારું સામાન્ય શારીરિત સંતુલન રાખવા માટેનો એક માપદંડ છે. ઉંમર વધવાની સાથે આ સંતુલન રાખવા માટેની ક્ષમતા ઓછી થઈ જાય છે. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર જેટલી ઓછી હોય છે તેટલું તે જલ્દીથી સાજુ થાય છે. આ પ્રકારના અનુમાન માને છે કે અત્યારે જે મોટી ઉંમરના લોકો છે, તેમને આ નવા પ્રયોગનો કોઈ ફાયદો નહીં થાય. જેમ કે, સામાન્ય પ્રકારની બીમારીઓ માટે તેમને નવો ઈલાજ નહીં મળે. આ અંગે પ્રગતિ તો થાય છે, પરંતુ તેનો લાભ કેટલાક લોકોને મળે છે, અન્ય લોકોને નહીં.

ઉદાહરણ તરીકે આજે જન્મ લેનાર બાળક તેની જીવન પ્રત્યાશાને વધારવા માટે લગભગ 85 વર્ષની ચિકિત્સા પદ્ધતિ પર ભરોસો કરી શકે છે. આજે 85 વર્ષનો જે વ્યક્તિ છે તેણે તેની જીવન પ્રત્યાશા માટે વર્તમાન ઈલાજ ટેકનિક પર જ આધાર રાખવો પડશે. સ્ટડી અનુસાર અધિકત્તમ જીવનકાળ માટે ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓની આવશ્યકતા છે. 1- સારુ અંશ, જેનાથી સો વર્ષથી અધિક જીવન જીવવાની આશા રહે છે. 2- ઉત્કૃષ્ટ આહાર અને વ્યાયામ જે જીવન પ્રત્યાશામાં 15 વર્ષ સુધીનો ઉમેરો કરે છે. 3- સમયસર ઉપચાર અને દવાઓના જ્ઞાનમાં વૃદ્ધિ જે સ્વસ્થ જીવનકાળમાં વધારો કરે છે.

વર્તમાનમાં સામાન્ય સ્તનધારીઓનું સ્વસ્થ જીવનકાળ 15-20% સુધી વધારવું ખૂબ જ કઠિન છે. ઉંમર વધવાની સાથે વિજ્ઞાન વિશેની આપણી સમજ ખૂબ જ અધૂરી છે. પ્રગતિની વર્તમાન ગતિને ધ્યાનમાં રાખતા વિશ્વાસપૂર્વક જીવન પ્રત્યાશામાં વૃદ્ધિની આશા રાખી શકાય છે.
First published:

Tags: Human, Human Life, Life, World news, અભ્યાસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन