હું 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર નહીં કરું: બાબા રામદેવ

News18 Gujarati
Updated: September 16, 2018, 3:59 PM IST
હું 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર નહીં કરું: બાબા રામદેવ
બાબા રામદેવ

બાબા રામદેવે એમ જણાવ્યુ કે, છેલ્લા થોડા સમયથી તેઓ રાજકારણથી આઘા રહે છે

  • Share this:
યોગાગુરુ બાબા રામદેવે જણાવ્યુ હતુ કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી પ્રચાર નહી કરે. વડાપ્રધાન નરેદ્ર મોદીની ખતરાની ઘંટડી વગાડતા બાબા રામદેવે જણાવ્યુ કે, જો મોંઘવારી અને ભાવવધારો કન્ટ્રોલમાં નહીં આવે તો, સરકારને તે મોંઘુ પડશે
બાબા રામદેવે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં ચર્ચા કરતી વખતે આ વાત કહી હતી.

યોગા ગુરુએ પતંજલિ બ્રાન્ડ હેઠળ મોટા પ્રમાણમાં દેશમાં માર્કેટ ઉભુ કર્યું છે. યોગા ગુરુને 2015માં હરિયાણા સરકાર દ્વારા કબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એક તરફ વધી રહેલા પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધારા વિશે બોલતા તેમણે કહ્યું કે, જો મને મોકો આપવામાં આવે તો, હું અત્યારે જે ભાવે પેટ્રોલ અને ડિઝલ મળે છે તેના કરતાં અડધા ભાવે હું વેચીશ."

આ પણ વાંચો

બાબા રામદેવની પતંજલિ હવે વેચશે દૂધ અને દહી, પાંચ નવી પ્રોડક્ટ કરી લોન્ચ

બાબા રામદેવે લોન્ચ કર્યું ‘સ્વદેશી સિમકાર્ડ’, 144માં 2 GB ડેટા, હેલ્થ વીમો ફ્રી2014ની લોકસભાની ચૂંટણીમાં બાબા રામદેવે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો હતો. આ પછી, 2015ના વર્ષમાં હરિયાણા સરકારે તેમને હરિયાણાના બ્રાન્ડ એમ્બેસેડર નિમ્યા હતા અને લાલ લાઇટ વાળી કાર અને સુરક્ષા આપી હતી. બાબા રામદેવ જ્યારે હરિયાણા રાજ્યની મુલાકાત લે ત્યારે તેમને એસ્કોર્ટ વાહન પણ ફાળવ્યું હતું.

બાબા રામદેવને જ્યારે એમ પુછવામા આવ્યું કે તેઓ આગામી 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે ? ત્યારે બાબા રામદેવે જણાવ્યું, “હું શા માટે કરું ?”

બાબા રામદેવે એમ જણાવ્યુ કે, છેલ્લા થોડા સમયથી તેઓ રાજકારણથી આઘા રહે છે અને કહ્યુ કે .“મેં મારી જાતને રાજકારણી દુર કરી દીધી છે. હું બધી જ રાડજકીય પાર્ટીઓ સાથે છું અને કોઇની સાથે નથી.

 

આ પણ વાંચો: બાબા રામદેવ: મુસ્લિમો ફોટાને મહત્વ નથી આપતા એટલે જિન્નાહના ફોટાની ચિંતા ન કરે 
First published: September 16, 2018
વધુ વાંચો
अगली ख़बर