નવી દિલ્હી : ભારતના ટોચના કુસ્તીબાજો ગુરુવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જંતર-મંતર ખાતે સતત બીજા દિવસે ધરણા પર બેઠા હતા. તેઓ WFI ના વિસર્જનની માંગ કરી રહ્યા છે. WFI પ્રમુખ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ છે. આ દરમિયાન ઓલિમ્પિયન વિનેશ ફોગાટે કહ્યું કે રેસલર્સનો જીવ પણ જોખમમાં છે. ત્રણ વખતની કોમનવેલ્થ ચેમ્પિયન વિનેશે કહ્યું, 'અમને જીવનું જોખમ છે, અમે પોલીસ સુરક્ષા પણ લીધી નથી.'
સિંહ પર લાગેલા યૌન શોષણના આરોપોને ધ્યાનમાં રાખીને વિનેશે કહ્યું, 'જ્યારે શોષણ થાય છે, તે એક રૂમમાં થાય છે, ત્યાં કેમેરા લગાવવામાં આવતા નથી. તે છોકરીઓ પણ અમારી સાથે છે જે સાબિત કરી શકે છે.'' તેમણે વધુમાં કહ્યું, 'આજે વિરોધનો બીજો દિવસ છે અને અમને સરકાર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અમે સુનિશ્ચિત કરીશું કે બ્રિજભૂષણ સિંહ રાજીનામું આપે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવે. અમે કેસ પણ દાખલ કરીશું.
#WATCH हमें जान का भी खतरा है, हमने पुलिस का प्रोटेक्शन भी नहीं ली है। जब शोषण होता है तो एक कमरे में होता है वहां कैमरे नहीं लगाए जाते हैं। वे लड़कियां भी हमारे साथ हैं जो इसे साबित कर सकती हैं: भारतीय पहलवान व ओलंपियन विनेश फोगाट, दिल्ली pic.twitter.com/0q6PmXTW7P
વિનેશે બુધવારે દાવો કર્યો હતો કે WFI પ્રમુખ ઘણા વર્ષોથી મહિલા રેસલર્સનું યૌન શોષણ કરી રહ્યા છે. સિંહે આ આરોપોને નકારી કાઢ્યા છે. વિનેશે એવો પણ આરોપ લગાવ્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાય કોચે મહિલા કુસ્તીબાજોનું શોષણ કર્યું છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર