અનેક દેશમાં ડેટા વિશ્લેષણનું કામ કરે છે કેમ્બ્રિજ એનાલિટિકા, ભારતમાં ઊહાપોહ કેમ?

  • Share this:
બ્રિટનની ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા(સીએ) વિવાદોમાં ફસાઈ છે. આ કંપની ચૂંટણીઓના ડેટાઓનું વિશ્લેષણ કરવા માટે પ્રસિદ્ધ છે. સીએ પર આરોપ છે કે તેણે પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા ચોરીને ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવામાં મદદ કરી હતી.

આ વિવાદની ઝપેટમાં ભારત પણ આવી ગયું છે. ઓવલિનો બિઝનેસ ઇન્ટેલિજન્સ(ઓબીઆઈ)નું માનીએ તો બીજેપી, કોંગ્રેસ અને જેડી(યૂ) તેના ક્લાયન્ટ છે. જેડી(યૂ) નેતા કેસી ત્યાગીના પુત્ર અમરીશ ત્યાગીએ સ્વીકાર કર્યો છે કે ઝારખંડમાં યુથ કોંગ્રેસ, બીજેપી અને જેડી(યૂ)એ રિસર્ચ માટે ઓબીઆઈની સેવા લીધી હતી.

ઓબીઆઈ કેમ્બ્રિજ એનાલિટિકાની ભારતીય બ્રાન્ચ છે, જે અહીંનું કામ જુઓ છે. ભારતમાં જેડી(યૂ) નેતા કેસી ત્યાગીના પુત્ર અમરીશ તેને સંભાળે છે.

સીએએ પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે '2010ની બિહાર ચૂંટણીના વિશ્લેષણ માટે તેને કોન્ટ્રાક્ટ મળ્યો હતો.' વેબસાઈટ પર એવું પણ કહેવામાં આવ્યું કે રિચર્સ ઉપરાંત સમર્થકોને જાગૃત કરવા માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે, અમારા ક્લાયન્ટે મોટી જીત મેળવી છે. 2010માં બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપી-જેડી(યૂ)ના ગઠબંધને 243માંથી 206 બેઠક જીતી લીધી હતી. બીજેપીએ કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો છે કે 2019ની ચૂંટણી માટે રાષ્ટ્રીય સુરક્ષાને નેવે મૂકીને પાર્ટીએ સીએને ડેટા રિસર્ચ માટે જવાબદારી આપી છે.

2016ની અમેરિકાની ચૂંટણી અંગે સીએનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની કેમ્પેઈન માટે વોટર્સના મુદ્દાઓ તેમજ સંબંધ અંગે ઉંડાણથી અભ્યાસ કરવામાં આવ્યો હતો. સીએની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે, 17 રાજ્યમાં આશરે એક લાખ 80 હજાર લોકો સાથે ઓનલાઇન તેમજ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતોને આધારે વોટર્સ સાથે એવી રીતે વાત કરવામાં આવી જેનાથી તેઓ બેધડક થઈને જવાબ આપી શકે. વર્ષ 2016માં ટ્રમ્પે ચૂંટણી જીતી લીધી હતી.

આ કંપનીએ એવો દાવો કર્યો છે કે આખા દક્ષિણ આફ્રિકામાં 1994ની ચૂંટણીમાં ઓછામાં ઓછી હિંસા થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં નેલ્સન મંડેલાની જીત થઈ હતી. 2013માં કેન્યાની ચૂંટણીમાં પણ સીએનો રોલ હતો. કંપનીએ કહ્યું, પૂર્વ આફ્રિકામાં ચૂંટણી દરમિયાન સૌથી મોટું અભિયાન ચાલવતા સીએએ 47 હજાર ઉમેદવારોની સલાહ લીધી હતી. કેન્યામાં 2008માં હિંસા પછી નવા કાયદા અંતર્ગત પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. સીએની ક્લાયન્ટ પાર્ટી નેશનલ એલાયન્સએ જીત મેળવી હતી.

કેમ્બ્રિજ એનાલિટિકા અનેક દેશના ડેટા તપાસવાનું તેમજ તેનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે. આ દેશોમાં કોલમ્બિયા, ઇન્ડોનેશિયા, ઇટાલી, મલેશિયા અને થાઇલેન્ડનું નામ છે.
First published: